શોધખોળ કરો

ઈરાને હોર્મુઝમાં કોમર્શિયલ શિપ પર કર્યો એટેક, 11 ભારતીયો હતા સવાર, હવે ભારતનું આવ્યું રિએક્શન

Oman Coast: MEA એ કહ્યું કે ઓમાનમાં ભારતીય દૂતાવાસ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ઓમાની અધિકારીઓ સાથે મળીને શોધ તેમજ બચાવ અભિયાનમાં સક્રિય રીતે સહયોગ કરી રહ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઓમાન નજીક જહાજ પર હુમલો, ૧૧ ભારતીયમાંથી ૧ ગુમ.
  • ભારતે હુમલાની નિંદા કરી, તણાવ ઘટાડવા અપીલ કરી.
  • ઈરાને જહાજ પર કાર્યવાહી કરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યો.
  • અમેરિકાએ આ હુમલાને નાગરિક જહાજ પરનો ગણાવ્યો.

Oman Coast: હોર્મુઝ સ્ટ્રેટમાં એક કોમર્શિયલ જહાજ પર થયેલા હુમલા બાદ ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. ઓમાન દરિયાકાંઠા પાસે થયેલા આ હુમલામાં GFS Galaxy નામના જહાજ પર 11 ભારતીય નાગરિકો સવાર હતા. ભારત સરકારે જણાવ્યું કે આમાંથી 10 ભારતીયોને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે એક ભારતીય હજુ પણ ગુમ છે. વિદેશ મંત્રાલયે (MEA) ઘટનાની નિંદા કરતા કહ્યું કે ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને રાહત તેમજ બચાવ અભિયાનમાં સંકલન સાધી રહ્યું છે.

MEA એ હુમલાની આકરી નિંદા કરી

વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ભારત ઓમાન દરિયાકાંઠા પાસે કોમર્શિયલ જહાજ GFS Galaxy પર થયેલા હુમલાની આકરી નિંદા કરે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, જહાજ પર હાજર 11 ભારતીયોમાંથી 10 ને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે, જ્યારે એક ભારતીય નાગરિક ગુમ હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો...IRGCએ સાઇપ્રસ ફ્લેગવાળા જહાજ પર કર્યો હુમલો, ગુ્સ્સામાં અમેરિકાએ ઇરાન પર કરી એર સ્ટ્રાઇક, હોર્મૂઝ બંધનું એલાન

MEA એ કહ્યું કે ઓમાનમાં ભારતીય દૂતાવાસ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ઓમાની અધિકારીઓ સાથે મળીને શોધ તેમજ બચાવ અભિયાનમાં સક્રિય રીતે સહયોગ કરી રહ્યું છે. ભારતે આ સહાય બદલ ઓમાન સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો.

ભારતે તણાવ ઓછો કરવા અપીલ કરી

ભારતે આ ક્ષેત્રમાં સતત કોમર્શિયલ જહાજો પર થઈ રહેલા હુમલાને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો. વિદેશ મંત્રાલયે તમામ પક્ષોને તાત્કાલિક તણાવ ઓછો કરવા અને વાતચીત દ્વારા ઉકેલ લાવવાની અપીલ કરી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર વ્યાપારી જહાજો અને નાગરિક માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ. સાથે જ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ દરિયાઈ વેપાર અને નૌકાપરિવહનને કોઈ પણ અવરોધ વિના વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવે.

ઈરાને જહાજ પર ફાયરિંગ કર્યા બાદ બંધ કર્યો હોર્મુઝ સ્ટ્રેટ

આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ઈરાને દાવો કર્યો કે તેની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ સાયપ્રસના ધ્વજવાળા કન્ટેનર જહાજ પર કાર્યવાહી કરી, કારણ કે તે કથિત રીતે અધિકૃત દરિયાઈ માર્ગના બદલે બીજા રસ્તેથી પસાર થઈ રહ્યું હતું. IRGC નું કહેવું છે કે ઘણા જહાજોને નિર્ધારિત શિપિંગ કોરિડોર પરથી પસાર થવાની ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તેમણે સૂચનાઓનું પાલન ન કર્યું. ઈરાને ફાયરિંગને "ચેતવણી સ્વરૂપે કરાયેલી કાર્યવાહી" ગણાવી અને આ પછી હોર્મુઝ સ્ટ્રેટને આગામી સૂચના સુધી બંધ કરવાની જાહેરાત કરી દીધી.

અમેરિકાએ નાગરિક જહાજ પર હુમલો ગણાવ્યો

બીજી તરફ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) આ ઘટનાને એક નાગરિક કોમર્શિયલ જહાજ પર સીધો હુમલો ગણાવ્યો છે. CENTCOM ના જણાવ્યા અનુસાર, હુમલામાં જહાજના એન્જિન રૂમને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે તેમાં આગ લાગી ગઈ અને ક્રૂ મેમ્બર્સને જહાજ છોડીને લાઈફબોટ દ્વારા બહાર નીકળવું પડ્યું. અમેરિકાનું કહેવું છે કે આ હુમલામાં એક નાગરિક ક્રૂ મેમ્બર ગુમ છે.

Frequently Asked Questions

ઓમાન દરિયાકાંઠા પાસે કઈ ઘટના બની?

ઓમાન દરિયાકાંઠા પાસે હોર્મુઝ સ્ટ્રેટમાં GFS Galaxy નામના કોમર્શિયલ જહાજ પર હુમલો થયો હતો. આ હુમલામાં જહાજને નુકસાન થયું અને આગ લાગી હતી.

જહાજ પર કેટલા ભારતીય નાગરિકો સવાર હતા અને તેમની સ્થિતિ શું છે?

GFS Galaxy જહાજ પર 11 ભારતીય નાગરિકો સવાર હતા. તેમાંથી 10 ને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે એક ભારતીય હજુ પણ ગુમ છે.

ભારતે આ ઘટના પર કેવી પ્રતિક્રિયા આપી?

ભારતના વિદેશ મંત્રાલયે આ હુમલાની આકરી નિંદા કરી છે. ભારતે તણાવ ઓછો કરવા અને વાતચીત દ્વારા ઉકેલ લાવવા તમામ પક્ષોને અપીલ કરી છે.

આ હુમલા માટે કોને જવાબદાર ગણવામાં આવે છે?

ઈરાને દાવો કર્યો છે કે તેની IRGC એ સાયપ્રસ ફ્લેગવાળા જહાજ પર કાર્યવાહી કરી હતી. જોકે, અમેરિકા તેને નાગરિક જહાજ પર સીધો હુમલો ગણાવે છે.

આ ઘટનાના કારણે કયા મહત્વના દરિયાઈ માર્ગને બંધ કરવામાં આવ્યો છે?

આ ઘટના પછી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને આગામી સૂચના સુધી બંધ કરવાની જાહેરાત કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Advertisement

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Embed widget