શોધખોળ કરો

ઈરાનની ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ: એક જ ઝટકામાં અનેક દેશો થઈ શકે છે 'ઓફલાઇન'

ઈઝરાયલ અને અમેરિકા સાથેના તણાવ વચ્ચે ઈરાને લાલ સમુદ્રમાં આવેલા ઇન્ટરનેટ કેબલ કાપવાની આપી ધમકી. જો કેબલ કપાશે તો ભારત સહિત એશિયા, યુરોપ અને મિડલ ઈસ્ટમાં ઇન્ટરનેટની સ્પીડ અને ઓનલાઇન કામકાજ ખોરવાશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઈરાને લાલ સમુદ્રના ઇન્ટરનેટ કેબલ્સને નુકસાન પહોંચાડવાની ધમકી આપી.
  • આ કેબલ્સ વિશ્વના ૧૭% ઇન્ટરનેટ ટ્રાફિકનું સંચાલન કરે છે.
  • કેબલ તૂટવાથી વૈશ્વિક ડિજિટલ સિસ્ટમ્સ અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખોરવાઈ જશે.
  • ભારતમાં ઇન્ટરનેટ સ્પીડ ઘટશે, ડિજિટલ સેવાઓ પર ગંભીર અસર પડશે.

ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે માત્ર ક્રૂડ ઓઇલ કે ગેસ પૂરતી સીમિત નથી રહી, પરંતુ તે સીધી આપણા ઇન્ટરનેટ કનેક્શન સુધી પહોંચી શકે છે. અત્યારે એવા મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ઈરાને લાલ સમુદ્ર (Red Sea) માં બિછાવેલા અંડરવોટર ઇન્ટરનેટ ફાઇબર-ઓપ્ટિક કેબલ્સને નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે. જો ખરેખર આવું થશે, તો દુનિયાના અનેક દેશો એક જ ઝટકામાં ઇન્ટરનેટ વગરના એટલે કે 'ઓફલાઇન' થઈ જશે અને ડિજિટલ હાહાકાર મચી જશે. ઈરાનના સત્તાવાર અધિકારીઓએ ભલે આ વાતની સીધી પુષ્ટિ નથી કરી, પરંતુ સોશિયલ મીડિયા અને મોટા ટ્વિટર (X) હેન્ડલ્સ પર આ ખતરા વિશે જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે.

આ ખતરો શા માટે ઊભો થયો છે?

મળતા અહેવાલો મુજબ, ઈરાને એવી ચેતવણી આપી છે કે જો ગલ્ફ દેશો (અખાતી દેશો) અમેરિકન સૈનિકોને પોતાના ત્યાં આશ્રય આપવાનું ચાલુ રાખશે, તો તેઓ લાલ સમુદ્રમાંથી પસાર થતા ઇન્ટરનેટ કેબલ્સને નુકસાન પહોંચાડશે. તમને જણાવી દઈએ કે આ કેબલ્સ આખી દુનિયાના 17% ઇન્ટરનેટ ટ્રાફિકનું સંચાલન કરે છે. આ જ કેબલ્સ UAE અને સાઉદી અરેબિયામાં આવેલા માઇક્રોસોફ્ટ, ગૂગલ અને એમેઝોન જેવા દિગ્ગજોના AI હબને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડે છે. જો આ કેબલ તૂટી જાય, તો તેને રિપેર કરવામાં મહિનાઓ લાગી શકે છે અને ત્યાં સુધી ઇન્ટરનેટ ડાઉન રહી શકે છે. આ જ ડરના કારણે મેટા (Meta) કંપનીના કોન્ટ્રાક્ટરો પહેલેથી જ પર્સિયન ગલ્ફ છોડીને સુરક્ષિત સ્થળે જતા રહ્યા છે.

જો ઇન્ટરનેટ કેબલ કપાશે તો શું થશે?

લાલ સમુદ્રના તળિયે ફાઇબર-ઓપ્ટિક કેબલનું એક મોટું અને જટિલ નેટવર્ક પથરાયેલું છે, જે એશિયા, યુરોપ અને મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) ને એકબીજા સાથે જોડે છે. આ વિસ્તારનો લગભગ 30% ઇન્ટરનેટ ટ્રાફિક આ કેબલ્સ પર નિર્ભર છે. આપણા રોજિંદા નાણાકીય વ્યવહારો (બેંક ટ્રાન્સફર કે UPI), વિડીયો કૉલ્સ, ઈમેલ અને અત્યાધુનિક AI ના કામકાજ આ કેબલ્સ દ્વારા જ ચાલે છે. જો આ નેટવર્ક તૂટે, તો દુનિયાભરનું ઊભરતું AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોમ્યુનિકેશન સિસ્ટમ સાવ ખોરવાઈ જશે.

શું ભારત પર આની કોઈ અસર પડશે?

ચોક્કસપણે! જો લાલ સમુદ્રના આ ઇન્ટરનેટ કેબલ્સને કોઈ પણ નુકસાન થશે, તો તેની સીધી અસર ભારત પર પણ જોવા મળશે. ભારતમાં કરોડો લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જો કેબલ કપાશે તો ભારતમાં ઇન્ટરનેટની સ્પીડ અચાનક ઘટી જશે, ક્લાઉડ સર્વિસ ખોરવાઈ જશે અને ડિજિટલ બિઝનેસ ઓપરેશન્સને મોટું નુકસાન વેઠવું પડશે. જો નુકસાન મોટું હશે અને રિપેરિંગમાં લાંબો સમય લાગશે, તો ઓનલાઇન પેમેન્ટથી લઈને ક્લાઉડ ડેટા સુધીની દરેક સિસ્ટમ પર તેની ખૂબ જ ગંભીર અસર પડશે.

Frequently Asked Questions

ઈરાન લાલ સમુદ્રમાં આવેલા ઇન્ટરનેટ કેબલ્સને શા માટે નુકસાન પહોંચાડવાની ધમકી આપી રહ્યું છે?

ઈરાન ગલ્ફ દેશો દ્વારા અમેરિકન સૈનિકોને આશ્રય આપવાના વિરોધમાં આ ધમકી આપી રહ્યું છે. તેઓ ઈચ્છે છે કે ગલ્ફ દેશો અમેરિકન સૈનિકોને આશ્રય આપવાનું બંધ કરે.

લાલ સમુદ્રમાં આવેલા ઇન્ટરનેટ કેબલ્સનું શું મહત્વ છે?

આ કેબલ્સ વિશ્વના 17% ઇન્ટરનેટ ટ્રાફિકનું સંચાલન કરે છે અને એશિયા, યુરોપ અને મધ્ય પૂર્વને જોડે છે. તે UAE અને સાઉદી અરેબિયામાં AI હબને કનેક્ટિવિટી પૂરી પાડે છે.

જો આ ઇન્ટરનેટ કેબલ્સ કપાઈ જાય તો શું પરિણામ આવી શકે છે?

દુનિયાભરમાં ઇન્ટરનેટ કનેક્શન ખોરવાઈ શકે છે, ડિજિટલ વ્યવહારો અટકી શકે છે અને AI તથા કોમ્યુનિકેશન સિસ્ટમ પર ગંભીર અસર પડી શકે છે. રિપેરિંગમાં મહિનાઓ લાગી શકે છે.

શું આ પરિસ્થિતિની ભારત પર કોઈ અસર પડશે?

હા, ભારત પર તેની સીધી અસર પડશે. ઇન્ટરનેટ સ્પીડ ઘટશે, ક્લાઉડ સેવાઓ ખોરવાઈ શકે છે અને ડિજિટલ વ્યવસાયોને નુકસાન થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી

Embed widget