શોધખોળ કરો

ઇરાનમાં મહિલા એક્ટ્રેસે હિજાબ ઉતારી ઇન્સ્ટાગ્રામ પર કરી પોસ્ટ, પોલીસે કરી લીધી ધરપકડ

ઈરાનની પોલીસે એક પ્રખ્યાત અભિનેત્રીની ધરપકડ કરી છે. અભિનેત્રી પર જાહેરમાં પોતાનો હિજાબ ઉતારવાનો આરોપ છે

Iranian Actress Arrested:  ઈરાનની પોલીસે એક પ્રખ્યાત અભિનેત્રીની ધરપકડ કરી છે. અભિનેત્રી પર જાહેરમાં પોતાનો હિજાબ ઉતારવાનો આરોપ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીએ દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના સમર્થનમાં હિજાબ ઉતારી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. 52 વર્ષીય ફિલ્મ સ્ટારે પોતાનો હિજાબ ઉતારતો વીડિયો બનાવ્યો અને તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.

View this post on Instagram
 
A post shared by Hengameh Ghaziani (@hengamehghaziani)

શનિવારે મોડી રાત્રે અભિનેત્રીએ પોસ્ટમાં લખ્યું હતું કે "કદાચ આ મારી છેલ્લી પોસ્ટ હશે. આ ક્ષણથી, મારી સાથે જે પણ થાય છે, તે જાણી લો કે હંમેશાની જેમ.. હું મારા અંતિમ શ્વાસ સુધી ઈરાની લોકો સાથે છું. અભિનેત્રીનો વીડિયો શોપિંગ સ્ટ્રીટ જેવો દેખાય છે. વીડિયોમાં તમે જોઇ શકશો કે ગજિયાની એક પબ્લિક પ્લેસ પર હિજાબ વગર ઉભી છે અને પછી તે તેના વાળ બાંધતી જોવા મળી રહી છે.

વાસ્તવમાં ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ પહેરવું ફરજિયાત છે અને જાહેરમાં હિજાબ ઉતારવો ગુનો માનવામાં આવે છે. મહસા અમીનીના મૃત્યુ બાદ હજારો મહિલાઓએ હિજાબ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. જોકે, હવે અભિનેત્રી ઈરાની પોલીસની કસ્ટડીમાં છે.

મહસા અમીનીના મૃત્યુ પછી દેખાવો શરૂ થયા

ઈરાનમાં હિજાબ વિરુદ્ધ છેલ્લા ત્રણ મહિનાથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. કુર્દિશ મૂળની 22 વર્ષની મહિલા મહસા અમીનીના કસ્ટોડિયલ ડેથ બાદ દેશભરમાં વિરોધ શરૂ થયો હતો. વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધી સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે.

ભડકાઉ સામગ્રી બદલ 8 લોકોને સમન્સ પાઠવવામાં આવ્યા હતા

ન્યાયતંત્રની મિઝાન ઓનલાઈન ન્યૂઝ વેબસાઈટ અનુસાર, ગજિયાની એ આઠ લોકોમાં સામેલ હતી જેમણે સોશિયલ મીડિયા પર ભડકાઉન પોસ્ટ કરી હતી અને તેઓને ફરિયાદીઓ દ્ધારા બોલાવવામાં આવી હતી. તેમાં તેહરાન ફૂટબોલ ટીમ પર્સેપોલિસ એફસીના કોચ યાહ્યા ગોલમોહમ્મદીનો સમાવેશ થાય છે જેમણે પીડિતોનો અવાજ નહી ઉઠાવવા બદલ ઈરાનની રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓની આકરી ટીકા કરી હતી.

ફિલ્મ કલાકારો પર ઈરાની સરકારની કાર્યવાહી

રાષ્ટ્રીય ફૂટબોલ ટીમે કતારમાં રવિવારથી શરૂ થયેલા વર્લ્ડ કપ અગાઉ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસી સાથે મુલાકાત કરી હતી. મિઝાનમાં કહેવામાં આવ્યું છે કે  મિત્ર હજ્જર અને બરન કોસરી સહિતના અન્ય અગ્રણી કલાકારોને પણ સમન્સ મોકલવામાં આવ્યા છે. ઈરાની અધિકારીઓ આ વિરોધને "હુલ્લડો" તરીકે વર્ણવે છે અને દેશના પશ્ચિમી દુશ્મનો પર તેમને ઉશ્કેરવાનો આરોપ મૂકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
Embed widget