શોધખોળ કરો
Advertisement
રશિયાની કોરોના સામેની રસી લેવી છે જોખમી ? જાણો WHOએ આપી શું ચીમકી ?
રશિયાના આ રસીને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પહેલાથી જ આશંકા વ્યક્ત કરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને રસી બનાવવા માટે ગાઈડલાઈનનું પાલન કરવા કહ્યું છે.
નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 11 ઓગસ્ટે કોરાના રસી બનાવી લીધાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. પુતિને દાવો કર્યો છે કે, આ વિશ્વની પ્રથમ સફલ કોરોના રસી છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે રસીને મંજૂરી આપી દીધી છે. વ્લાદિમીર પુતિને પોતાની દીકરીને આ વેક્સિન આપી હોવાની વાત કરી છે.
ઉત્પાદનની સાથે સાથે વેક્સિનના ફેઝ-3નો ક્લિનિકલ ટ્રાયલ
આ વેક્સિનને રશિયાની ગામેલ્યા ઇન્સ્ટીટ્યૂટે ડેવલપ કરી છે. પુતિને જાહેરાત કરી છે કે રશિયામાં જલદી આ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે રશિયાએ ખુદ કહ્યું છે કે ઉત્પાદનની સાથે સાથે વેક્સિનના ફેઝ-3નો ક્લિનિકલ ટ્રાયલ ચાલું રહેશે.
જોકે રશિયાના આ રસીને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પહેલાથી જ આશંકા વ્યક્ત કરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને રસી બનાવવા માટે ગાઈડલાઈનનું પાલન કરવા કહ્યું છે.
શું કહ્યું WHOએ?
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રવક્તા ક્રિસ્ટિયન લિંડમિયરે કહ્યું હતુ કે, “અનેકવાર એવું થાય છે કે કેટલાક રિસર્ચર્સ દાવો કરે છે કે તેમણે કોઈ મહત્વપૂર્ણ શોધ કરી લીધી છે જે સારી વાત છે, પરંતુ કોઈ શોધ કરવા અથવા વેક્સિનના અસરદાર હોવાના સંકેત મળવા અને ક્લિનિકલ ટ્રાયલના તમામ તબક્કાઓમાંથી પસાર થવામાં જમીન-આકાશનો ફરક છે. જો સત્તાવાર રીતે કંઇ થયું હોત તો યૂરોપની અમારી ઑફિસના સહયોગી જરૂર આ મુદ્દા પર ધ્યાન આપતા.”
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાની વેબસાઈટ પર ક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર થઈ રહેલી 25 વેક્સિનની યાદી તૈયાર કરી છે, જ્યારે 139 વેક્સિન અત્યારે પણ પ્રી-ક્લિનિકલ સ્ટેજમાં છે. ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં કેટલીક વેક્સિન નથી જેમાં રશિયાની વેક્સિન પણ સામેલ નથી. અત્યાર સુધી બ્રિટનની ઑક્સફોર્ડ, અમેરિકાની મોડર્ના અને ચીનની સિનોવૈક વેક્સિન ત્રીજા તબક્કાના ટ્રાયલમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement