ઇરાકમાં આતંકી સંગઠન ISISનો સૌથી મોટો હુમલો, જાણો કેટલા પોલીસ કર્મીએ ગુમાવ્યા જીવ
ઇરાકના કિરકુકની પાસે ઇસ્લામિક સ્ટેસ સમૂહ દ્રારા કરેલા હુમલામાં 13 પોલીસ કર્મીએ જીવ ગુમાવ્યાં
ઇરાકમાં આતંકી સંગઠન ISISનો સૌથી મોટો આતંકી હુમલો 13 પોલીસ કર્મીએ ગુમાવ્યાં જીવ
ઇરાકમાં આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 13 પોલીસ કર્મીના મોત થયા છે. આ હુમલાની પુષ્ટી સુરક્ષા સૂત્રો દ્રારા કરવામાં આવી છે. ઇરાક પોલીસને એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, હુમલો રવિવારની વહેલી સવારે થયો. આપને જણાવી દઇએ કે, આઇએસઆઇએસના આતંકી સતત ઇરાકના પોલીસ અને સેનાને નિશાન બનાવી રહ્યાં છે.
13 police personnel killed in an attack by Islamic State against a checkpoint near Kirkuk in northern Iraq: AFP
— ANI (@ANI) September 5, 2021
ઇરાકી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઇરાકના કિરકુકની પાસે ઇસ્લામિક સ્ટેસ સમૂહ દ્રારા કરેલા હુમલામાં 13 પોલીસ કર્મીએ જીવ ગુમાવ્યાં છે. હુમલો કિરકુકના દક્ષિણમાં વહેલી સવારે થયો હતો.
તાલિબાન દ્રારા અફઘાનિસ્તાનમાં એક ઇસ્લામી અમીરાતની જાહેરાત બાદ આંતરરાસ્ટ્રીય સ્તર પર ઇસ્લામી હિંસા વધતાં લોકોમાં દહેશત ફેલાઇ છે. એક રિપોર્ટ મુજબ ચરમપંથી અફધાનિસ્તામાં અમેરિકા નીત સૈન્ય ગંઠબંધન હારથી પ્રેરિત થયા છે અને મુસ્લિમ અને ગૈર મુસ્લિમ લોકોની વચ્ચે સંઘર્ષની તેમની વૈશ્વિક આકાંક્ષાને યથાવત રાખવા ઉત્સાહિત છે. આઇએસઆઇ ઇરાક અને સીરિયામાં તેમની સૈન્ય હારને અફઘાનિસ્તાન સહિત અન્ય દેશો સુધી ખતરાનો વિસ્તાર કર્યો છે.