શોધખોળ કરો

હાનિયાના મોત બાદ આ નેતા કરી શકે છે હમાસનું નેતૃત્વ, ઇઝરાયલની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં છે સામેલ

હવે લેબનોન અને ઈરાન સહિત લગભગ આખું મિડલ ઈસ્ટ ઈઝરાયલ પર નારાજ છે.

લગભગ 10 મહિનાથી ચાલી રહેલ હમાસ-ઈઝરાયલ યુદ્ધ હવે નવો વળાંક આવ્યો છે. ઈઝરાયલે બે દિવસ પહેલા આતંકવાદી સંગઠન હમાસના સર્વોચ્ચ નેતાની હત્યા કરી હતી. હમાસના નેતાની હત્યા ઇરાનમાં જઇને કરવામાં આવી છે. આ એ જ દેશ છે જે પોતે હમાસને પ્રોત્સાહન આપતો રહ્યો. હવે લેબનોન અને ઈરાન સહિત લગભગ આખું મિડલ ઈસ્ટ ઈઝરાયલ પર નારાજ છે.

જો કે ગાઝા પટ્ટીમાં હમાસના ઘણા નેતાઓ માર્યા ગયા છે, પરંતુ ઈસ્માઈલ હાનિયાની હત્યા જૂથ માટે મોટી ખોટ છે. અન્ય નેતાઓની તુલનામાં તે એક મોડરેટ ચહેરો હતો જેણે વિશ્વ સાથે સીધો સંવાદ કરતો હતો. હાનિયાને મુત્સદ્દીગીરીમાં નિષ્ણાત માનવામાં આવતો હતો. તેહરાનમાં તેની તાજેતરની હત્યા બાદ હવે હમાસનું નેતૃત્વ કોણ કરશે તેની ચર્ચા ચાલી રહી છે.

તેમાં એક છે યાહ્યા સિનવાર

આ એ નેતા છે જેણે 1980માં હમાસનો પાયો નાખવામાં મદદ કરી હતી.  આ સમયે પેલેસ્ટાઈનમાં ઈઝરાયલ વિરુદ્ધ ગુસ્સો વધી રહ્યો હતો અને તેને એક ચહેરો આપવા માટે હમાસની સ્થાપના કરવામાં આવી હતી. સિનવારને ઈઝરાયલની સેનાએ ઘણી વખત ધરપકડ કરી હતી. તેણે ઇઝરાયલની જેલમાં 2 દાયકાથી વધુ સમય વિતાવ્યો હતો. 2011 માંકેદીઓના અદલાબદલી દરમિયાન હમાસે સિનવારને પરત કરવાની માંગ કરી હતી, જેને ઇઝરાયલે મજબૂરીમાં સ્વીકારવી પડી હતી

સિનવાર વિશે માહિતી આપનારને 4 લાખ ડોલરનું ઈનામ

હાલમાં ઇઝરાયલના અધિકારીઓ માને છે કે સિનવાર પણ 7 ઓક્ટોબર, 2023ના રોજ થયેલા હુમલાના માસ્ટરમાઇન્ડ્સમાંનો એક છે. તેમના સિવાય ગાઝામાં સૈન્ય વિંગના કમાન્ડર મોહમ્મદ દઇફે ઓક્ટોબરમાં આ હુમલાની યોજના બનાવી હતી, જેમાં હજારો નિર્દોષ ઇઝરાયલીઓ માર્યા ગયા હતા અને 200થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. આ પછી તરત જ ઇઝરાયલની સેનાએ ગાઝામાં પત્રિકાઓ ફેંકી હતી, જેમાં સિનવાર વિશે માહિતી આપનારને 4 લાખ ડોલરનું ઇનામ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. આ પછી પણ ગાઝામાં લોકોએ તેમના નેતા વિશે કોઈ માહિતી આપી ન હતી. કથિત રીતે સિનવાર ત્યારથી ગાઝાના ગાઢ ટનલ નેટવર્કમાં છૂપાયેલો છે અને અંદરથી હમાસની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરી રહ્યો છે.

સિનવારની નિર્દયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તેની ઇઝરાયલ કેદ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તે દરેક પેલેસ્ટિનિયનને મારી નાખતો હતો જેના પર તેને ઇઝરાયલ માટે સોફ્ટ કોર્નર હોય તેવી શંકા હતી. આ હત્યા પણ ગોળી મારીને નહીં પરંતુ રેઝર વડે ગળું કાપીને કરવામાં આવી હતી.

આ પછી આવે છે ખાલિદ મેશાલનું નામ

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, તે હમાસના લડવૈયાઓમાં પણ એક મજબૂત ચહેરો છે. વેસ્ટ બેન્કમાં જન્મેલા મેશાલ હમાસના રાજકીય નેતા છે જેનાથી ઇઝરાયલ હંમેશા નારાજ રહ્યું છે. જોર્ડનમાં ઈઝરાયલી એજન્ટ દ્વારા તેને સ્લો પોઈઝન પણ આપવામાં આવ્યું હતું, જેના કારણે તે કોમામાં ચાલ્યો ગયો હતો. બાદમાં એક ડીલ હેઠળ ઈઝરાયલે એન્ટીડોઝ આપીને તેનો જીવ બચાવ્યો હતો.

સુસાઇડ બોમ્બરની શરૂઆત કરી

15 વર્ષની ઉંમરે મુસ્લિમ બ્રધરહુડમાં જોડાનાર ખાલિદ મેશાલે તેમનો મોટાભાગનો સમય મધ્ય પૂર્વમાં પેલેસ્ટાઈનની બહાર વિતાવ્યો હતો. મેશાલને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટનો પણ માસ્ટર માનવામાં આવતો હતો. આ વ્યક્તિએ નેવુંના દાયકામાં હમાસની રચના પછી આત્મઘાતી બોમ્બ ધડાકા શરૂ કર્યા હતા. મેશાન અને હાનિયા વચ્ચે તેઓ સર્વોચ્ચ નેતા તરીકે ચૂંટાયા તે પહેલા જ તેમની વચ્ચે ગાઢ સ્પર્ધા હતી.

હાનિયાની હત્યા બાદ એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે તેહરાનમાં થયેલા આ મોત પાછળ સિનવારનો હાથ હોઈ શકે છે. વાસ્તવમાં હાનિયા હમાસનો રાજદ્વારી ચહેરો હતો જેના કારણે સિનવારે ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશનનો વડો હોવા છતાં તેની વાતો માનવી પડતી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Embed widget