શોધખોળ કરો

Israel: સીઝફાયર વચ્ચે ઈઝરાયલનો લેબનોન પર ભયાનક હુમલો, 250 લોકોના મોત

Israel Attack On Lebanon:  પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામના સમાચારથી દુનિયાએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ યુદ્ધવિરામ તૂટતો દેખાય છે.

Israel Attack On Lebanon:  પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામના સમાચારથી દુનિયાએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ યુદ્ધવિરામ તૂટતો દેખાય છે. અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામ અમલમાં આવ્યાના થોડા કલાકો પછી ઇઝરાયલે લેબનોન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં એક જ દિવસમાં 250થી વધુ લોકો માર્યા ગયા અને 1,100થી વધુ ઘાયલ થયા. બુધવારે બપોરે બેરૂતના રસ્તાઓ પર પાંચ મોટા વિસ્ફોટ થયા જેનાથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા જેનાથી આખું શહેર હચમચી ગયું. ઇઝરાયલી સૈન્યએ પોતે જણાવ્યું હતું કે તેણે માત્ર 10 મિનિટમાં એક સાથે 100થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો. આ લક્ષ્યોને હિઝબુલ્લાહ કમાન્ડ સેન્ટર અને લશ્કરી થાણા તરીકે ઓળખવામાં આવ્યા હતા.

હિઝબુલ્લાહે યુદ્ધવિરામનો સ્વીકાર કર્યો હતો.

લેબનોનની સિવિલ ડિફેન્સ સર્વિસ અનુસાર, હુમલામાં કુલ 254 લોકો માર્યા ગયા, જેમાં ફક્ત બેરૂતમાં 91 લોકોનો સમાવેશ થાય છે. આરોગ્ય મંત્રાલયે 182 લોકોના મૃત્યુની પુષ્ટી કરી પરંતુ સ્પષ્ટતા કરી કે આ અંતિમ આંકડો નથી. ન્યૂઝ એજન્સી રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે યુદ્ધવિરામનું પાલન કરીને હિઝબુલ્લાહે તેના હુમલાઓ બંધ કર્યા પછી આ હુમલો થયો હતો. હિઝબુલ્લા નેતા ઇબ્રાહિમ અલ-મૌસાવીએ કહ્યું કે તેમને કહેવામાં આવ્યું હતું કે લેબનોન કરારનો ભાગ છે પરંતુ ઇઝરાયલે હંમેશાની જેમ તેનો ભંગ કર્યો અને સમગ્ર દેશમાં હત્યાકાંડ કર્યા હતા. 

શું લેબનોન યુદ્ધવિરામનો ભાગ નથી?

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટપણે કહ્યું છે કે લેબનોન 14 દિવસના યુદ્ધવિરામનો ભાગ નથી અને સૈન્ય તેની કામગીરી ચાલુ રાખશે. વ્હાઇટ હાઉસે પણ આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે. ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે કહ્યું કે ઈરાનને ગેરસમજ છે કે સીઝફાયરમાં લેબનોન સામેલ છે, પરંતુ એવું નથી. યુએન માનવાધિકાર વડા વોલ્કર તુર્કે આ હુમલાને ભયાનક ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે યુદ્ધવિરામ પછી આટલી ટૂંક સમયમાં આવી સામૂહિક હત્યા અને વિનાશ સમજણની બહાર છે. જમીન પર પરિસ્થિતિ વધુ ભયાનક છે. પત્રકારોએ ઘાયલોને બાઇક પર હોસ્પિટલમાં લઈ જતા જોયા કારણ કે એમ્બ્યુલન્સ ઓછી પડી રહી હતી. એક મુખ્ય હોસ્પિટલે તાત્કાલિક તમામ બ્લડ ગ્રુપ માટે દાન કરવાની અપીલ કરી હતી. 

શું હોર્મુઝ ફરીથી બંધ થશે?

એક ઇમારત અડધી ઉડી ગઈ હતી અને અંદર ફસાયેલા લોકોને ક્રેન મારફતે બચાવવામાં આવ્યા હતા. 51 વર્ષીય નઈમ ચેબ્બોએ કહ્યું કે તેઓ રાત્રે ઊંઘી શકતા નથી કારણ કે તેમને સતત બીજા હુમલાનો ડર રહે છે. ઇઝરાયલે લેબનોનના દક્ષિણને દેશના બાકીના ભાગ સાથે જોડતો છેલ્લો પુલ પણ તોડી નાખ્યો હતો, જેના કારણે ત્યાં ફસાયેલા લોકો માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ હતી. 12 લાખથી વધુ લોકો પહેલાથી જ પોતાના ઘર છોડીને ભાગી ગયા છે. લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉને આ હુમલાની સખત નિંદા કરી હતી અને કહ્યું હતું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન હસ્તક્ષેપ કરવા તૈયાર છે.

દરમિયાન, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે અમેરિકા અને ઈઝરાયલને ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે જો હુમલા બંધ નહીં થાય તો તેમને એવો જવાબ મળશે જે તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં. બુધવારે હોર્મુઝ સ્ટ્રેટમાં ફરીથી જહાજોને ફરીથી રોકી દીધા છે. ઈરાનના ફાર્સ ન્યૂઝે અહેવાલ આપ્યો હતો કે તેલ ટેન્કરોને રોકવામાં આવ્યા હતા જ્યારે ઘણા જહાજોને ઈરાની નૌકાદળ તરફથી મેસેજ મળ્યા હતા કે હોર્મુઝ સ્ટ્રેટ હજુ પણ બંધ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Embed widget