Israel: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સંરક્ષણ મંત્રીને હટાવ્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો
Israel: પીએમ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર કાત્ઝને રક્ષા મંત્રાલયનો પ્રભાર સોંપવામાં આવી શકે છે
Israel: ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે રાત્રે ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોઆબ ગેલેન્ટને બરતરફ કર્યા હતા. પીએમઓએ આ પાછળ દલીલ આપી હતી કે યુદ્ધ વ્યવસ્થાપનને લઈને બંને નેતાઓ વચ્ચે મતભેદો સતત વધી રહ્યા છે. પીએમ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર કાત્ઝને રક્ષા મંત્રાલયનો પ્રભાર સોંપવામાં આવી શકે છે. બીજી તરફ નેતન્યાહુના આ નિર્ણયનો વિરોધ શરૂ થઈ ગયો છે.
#BREAKING Israel's Netanyahu says Gideon Saar appointed new foreign minister pic.twitter.com/7SVYXVLQdH
— AFP News Agency (@AFP) November 5, 2024
નેતન્યાહુની આ જાહેરાત બાદ ઈઝરાયલના સંરક્ષણ મંત્રી પદ પરથી હટાવવામાં આવેલા ગેલન્ટે પણ સોશિયલ મીડિયા પર આ સમાચારની પુષ્ટી કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે ઈઝરાયલની સુરક્ષા માટે કામ કરવું તેમના જીવનનું મિશન હશે. જો કે નેતન્યાહુના આ નિર્ણયનો વિરોધ શરૂ થઈ ગયો છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
#BREAKING Sacked Israeli defense minister says Gaza hostages must be brought home while 'still alive' pic.twitter.com/H3gs05O4vb
— AFP News Agency (@AFP) November 5, 2024
યુદ્ધ વચ્ચે નેતન્યાહુનો ચોંકાવનારો નિર્ણય
આ સમયે ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ગેલન્ટને બરતરફ કરવો એ ચોંકાવનારો નિર્ણય હોવાનું કહેવાય છે. વાસ્તવમાં ઇઝરાયલ હાલમાં હમાસ, હિઝબુલ્લાહ, ઇરાન જેવા દુશ્મનો સામે લડી રહ્યું છે અને આવા સંવેદનશીલ સમયે સંરક્ષણ પ્રધાનની બરતરફી ઇઝરાયલ માટે મોટો પડકાર બની શકે છે. જો કે નેતન્યાહુએ સત્તાવાર નિવેદનમાં આ વાતની પુષ્ટી કરી છે. આ આદેશ આગામી 48 કલાકમાં લાગુ થશે.
ઘણા વરિષ્ઠ અધિકારીઓને પણ બરતરફ કરવામાં આવશે
પીએમ નેતન્યાહુ ટૂંક સમયમાં રક્ષા મંત્રી તેમજ આર્મી ચીફ અને સુરક્ષા એજન્સીઓના ઘણા વરિષ્ઠ અધિકારીઓને બરતરફ કરી શકે છે. અમેરિકાની ચૂંટણીઓ વચ્ચે પેન્ટાગોન ઈઝરાયલમાં આ ફેરફારોને લઈને ચિંતિત છે. પેન્ટાગોન અનુસાર, આના ગંભીર પરિણામો આવી શકે છે. ઇઝરાયલથી સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે નેતન્યાહુએ આ નિર્ણય અચાનક લીધો કારણ કે ગુપ્તચર એજન્સીઓએ તેમને જાણ કરી છે કે કમલા હેરિસ જીતી રહી છે. કમલા હેરિસ રાષ્ટ્રપતિ બને તે પહેલા નેતન્યાહુ તેમના તમામ વિરોધીઓને દૂર કરવા માંગે છે.
નેતન્યાહુએ કહ્યું- વિશ્વાસ તૂટી રહ્યો હતો
ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધના સમયમાં વડાપ્રધાન અને રક્ષા મંત્રી વચ્ચે સંપૂર્ણ વિશ્વાસની જરૂર હોય છે. અગાઉ અમારી વચ્ચે ઘણો વિશ્વાસ હતો, જે ફળદાયી સાબિત થયો હતો અને સારું કામ પણ થયું હતું, પરંતુ છેલ્લા કેટલાય સમયથી મારી અને સંરક્ષણ પ્રધાન વચ્ચેનો વિશ્વાસ તૂટી રહ્યો હતો.