Istanbul Explosion: ઈસ્તંબુલમાં બોમ્બ વિસ્ફોટ કરનારો શંકાસ્પદ ઝડપાયો, 6 લોકોનાં થયા હતા મોત, 81 ઘાયલ
રવિવારે સાંજે ઇસ્તંબુલની મધ્યમાં એક વ્યસ્ત વિસ્તારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા હતા અને 81 લોકો ઘાયલ થયા હતા.
Istanbul Explosion Update: તુર્કીના ઈસ્તંબુલમાં મોટા આત્મઘાતી હુમલામાં સામેલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અનાદોલુ એજન્સીના જણાવ્યા અનુસાર, ગૃહ પ્રધાન સુલેમાન સોયલુએ સોમવારે (14 નવેમ્બર) જણાવ્યું હતું કે ઇસ્તંબુલમાં બોમ્બ વિસ્ફોટ કરનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. રવિવારે સાંજે ઇસ્તંબુલની મધ્યમાં એક વ્યસ્ત વિસ્તારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા હતા અને 81 લોકો ઘાયલ થયા હતા.
હુમલા બાદ અલ જઝીરાએ સૂત્રોને ટાંકીને પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે હુમલામાં ત્રણ લોકો સામેલ હતા, જેમાંથી એક મહિલા અને બે યુવકો છે. હુમલા બાદ વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરવામાં આવ્યા હતા. જેમાં વિસ્ફોટના સ્થળે એક શંકાસ્પદ મહિલા ગલીની અંદર બેગ મૂકીને બહાર આવતી જોવા મળી હતી. થોડીવાર પછી જોરદાર વિસ્ફોટ થયો. આ બેગમાં બોમ્બ હોવાનું માનવામાં આવે છે.
#UPDATE | Person responsible for Istanbul bombing arrested: AFP News Agency cites the Interior Minister
— ANI (@ANI) November 14, 2022
Turkish minister accuses Kurdistan Workers' Party (PKK) over Istanbul bombing: AFP News Agency
અમૃતસર સહિત પંજાબના કેટલાક ભાગોમાં ધરા ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1
સોમવારે સવારે 3.42 વાગ્યે અમૃતસર સહિત પંજાબના કેટલાક ભાગોમાં હળવા આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 4.1 રિક્ટર સ્કેલ પર માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના પંજાબમાં હતું. ભૂકંપની ઊંડાઈ 120 કિમી હોવાનું કહેવાય છે. આ પહેલા શનિવારે નેપાળમાં 5.4ની તીવ્રતાના ભૂકંપના કારણે દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)થી લઈને ઉત્તરાખંડ સુધી તેના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ ઉત્તરાખંડના પિથોરાગઢથી 101 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં આવ્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી.નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બજાંગ જિલ્લાના પટાદેબલ ખાતે 29.28 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 81.20 ડિગ્રી પૂર્વ રેખાંશમાં 10 કિમીની ઊંડાઈએ હતું. નેપાળમાં એક અઠવાડિયામાં આ ત્રીજો ભૂકંપ છે, પરંતુ તેના કારણે કોઈ જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી. કાઠમંડુથી 460 કિમી પશ્ચિમમાં સ્થિત બઝાંગ જિલ્લામાં સાંજે 7.57 વાગ્યે તે આવ્યું, જેના કારણે લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના બિજનૌર, મુઝફ્ફરનગર અને શામલી સહિત અન્ય જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.