શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ આતંકી હાફિઝ સઇદને મોટો ઝટકો, પાકિસ્તાની કોર્ટે સંભળાવી 10 વર્ષની જેલની સજા
લાહોર કોર્ટના એક અધિકારીએ કહ્યું- લાહોરના આતંકવાદ નિરોધ કોર્ટ (એટીસી)એ ગુરુવારે જમાત-ઉલ-દાવાના ચાર નેતાઓને સજા સંભળાવી, આમાં ચીફ હાફિઝ સઇદ પણ સામેલ છે
![મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ આતંકી હાફિઝ સઇદને મોટો ઝટકો, પાકિસ્તાની કોર્ટે સંભળાવી 10 વર્ષની જેલની સજા jamat ud dawa head hafiz saeed to 10 year imprisonment મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ આતંકી હાફિઝ સઇદને મોટો ઝટકો, પાકિસ્તાની કોર્ટે સંભળાવી 10 વર્ષની જેલની સજા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/19215617/Hafiz-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ અને જમાત-ઉલ-દાવાના ચીફ હાફિઝ સઇદને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની એક એન્ટી ટેરરિઝમ કોર્ટે ગેરકાયદે ફન્ડિંગ કેસમાં હાફિઝ સઇદને 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. હાફિઝ સઇદને સંયુક્ત રાષ્ટ્ર તરફથી આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે, અને તેના પર 10 મિલિયન ડૉલરનુ ઇનામ પણ રાખવામાં આવ્યુ છે.
હાફિઝ સઇદને આતંકી નાણાં પોષણ મામલામાં છેલ્લે 17 જુલાઇએ ધરપકડ કરવામાં આવી હતી, તેને આ વર્ષે ફેબ્રુઆરીમાં એક આતંકવાદ નિરોધ કોર્ટ તરફથી 11 વર્ષની જેલની સજા સંભળાવામાં આવી હતી, તે સમયે તે લાહોરના હાઇ સિક્યૂરિટી વાળી કોટ લખપત જેલમાં છે.
લાહોર કોર્ટના એક અધિકારીએ કહ્યું- લાહોરના આતંકવાદ નિરોધ કોર્ટ (એટીસી)એ ગુરુવારે જમાત-ઉલ-દાવાના ચાર નેતાઓને સજા સંભળાવી, આમાં ચીફ હાફિઝ સઇદ પણ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)