ઉત્તર કોરિયામાં લેધર જેકેટ પહેરવું પડી શકે છે ભારે, દેશે કિમ જોંગ ઉનની નકલ કરવા પર લગાવ્યો પ્રતિબંધ
આ આદેશ સિવાય દેશમાં ઘણી ફેશન પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. જે દુકાનોમાં આવા લેધર કોટનું વેચાણ થતું હતું તે દુકાનોને બંધ કરાવવા માટે આ ફેશન પોલીસને તૈનાત કરવામાં આવી છે.
Kim Jong Un Bans Leather Coats In North Korea: ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને તેમના દેશના લોકો માટે એક વિચિત્ર નિયમ લાગુ કર્યો છે. હકીકતમાં, સરમુખત્યાર કિમ જોંગ ઉન તેમના મનપસંદ ચામડાના કોટ (લેધર કોટ)ની નકલ કરવાને કારણે ગુસ્સે છે અને હવે તેણે દેશમાં ચામડાના કોટના વેચાણ અને પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમ પછી, ઉત્તર કોરિયામાં કોઈ પણ વ્યક્તિ ચામડાનો કોટ વેચી શકશે નહીં કે પહેરી શકશે નહીં.
એક રિપોર્ટ અનુસાર, કિમે વર્ષ 2019માં સૌપ્રથમ લેધરનો કોટ પહેર્યો હતો, ત્યારબાદ તેને આખા દેશમાં પસંદ થવા લાગ્યો હતો. આ દરમિયાન તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉત્તર કોરિયાના પરમાણુ ભંડાર અંગે ચર્ચા કરી રહ્યા હતા. કિમના આ લુકની દક્ષિણ કોરિયાના મીડિયામાં ખૂબ ચર્ચા થઈ હતી. શરૂઆતમાં દરેક વર્ગના લોકો આ જેકેટ પરવડી શકે તેમ ન હતા, તેથી ફક્ત સમૃદ્ધ વર્ગના લોકો જ તેને પહેરતા હતા. પરંતુ ધીમે ધીમે સસ્તી ગુણવત્તાના લેધર જેકેટ્સ લોકપ્રિય થવા લાગ્યા અને હવે દરેક વર્ગના લોકો તેને પહેરવા લાગ્યા.
આ આદેશ સિવાય દેશમાં ઘણી ફેશન પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. જે દુકાનોમાં આવા લેધર કોટનું વેચાણ થતું હતું તે દુકાનોને બંધ કરાવવા માટે આ ફેશન પોલીસને તૈનાત કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે કિમ જોંગ ઉનને ડર છે કે દેશના તમામ લોકો આવા કોર્ટ પહેરીને તેમનું વર્ચસ્વ અને સત્તા ઘટાડી રહ્યા છે.
લોકોને ચામડાના કોટ ન પહેરવા સૂચના આપી
અહેવાલો અનુસાર, ઉત્તર કોરિયામાં પોલીસને ચામડાના કોટ ન પહેરવાની સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે આ પાર્ટીના માર્ગદર્શિકાનો એક ભાગ છે. બીજી તરફ લેધર જેકેટના વેપારીઓ અને દુકાનદારોનું કહેવું છે કે ચીન અને નોર્થ કોરિયા વચ્ચે વેપાર શરૂ થયા બાદ જ હલકી ગુણવત્તા અને સસ્તા લેધર કોર્ટ આવવા લાગ્યા હતા. લોકો પણ કોર્ટને પસંદ કરી રહ્યા હતા, જેને જોતા વેપારીઓએ સસ્તા ચામડાનો ઓર્ડર આપવાનું શરૂ કર્યું.