શોધખોળ કરો

Kimberly Cheatle: US સિક્રેટ સર્વિસના ચીફનું રાજીનામું, પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની સુરક્ષામાં ચૂકની લીધી જવાબદારી

Kimberly Cheatle: યુએસ સિક્રેટ સર્વિસના ડિરેક્ટર Kimberly Cheatleએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે

Kimberly Cheatle: યુએસ સિક્રેટ સર્વિસના ડિરેક્ટર Kimberly Cheatleએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ટ્રમ્પ પર ઘાતક હુમલામાં સુરક્ષામાં ચૂકની જવાબદારી લીધા બાદ તેમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. રિપબ્લિકન પાર્ટી તરફથી તેમના પર સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું. ટ્રમ્પના સમર્થકો તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.

સિક્રેટ સર્વિસ ચીફના રાજીનામા પર રિપબ્લિકન હાઉસના સ્પીકર માઈક જોન્સને મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે , "મને ખુશી છે કે તેણીએ યોગ્ય કામ કર્યું." તેમણે કહ્યું, "તેઓએ તેમાં ખૂબ જ વિલંબ કર્યો. તેઓએ ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલા તે કરવું જોઈતું હતું. મને એ જોઈને આનંદ થયો કે તેઓએ રિપબ્લિકન અને ડેમોક્રેટ બંનેની અપીલ પર ધ્યાન આપ્યું છે."

તેમણે ઉમેર્યું હતું કે  "આપણે સિક્રેટ સર્વિસમાં અમેરિકાના લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માંગીએ છીએ. એક એજન્સી તરીકે તેની પાસે રાષ્ટ્રપતિઓ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ અને કાર્યકારી શાખાના અન્ય અધિકારીઓને સુરક્ષિત રાખવાની અતિ મહત્વની જવાબદારી છે."

સિક્રેટ સર્વિસ પાસે રાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિની સુરક્ષાની જવાબદારી

વર્તમાન અને પૂર્વ રાષ્ટ્રપતિની સુરક્ષાની જવાબદારી સિક્રેટ સર્વિસ પાસે છે.  ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 13 જુલાઈના રોજ પેન્સિલ્વેનિયાના બટલરમાં એક રેલી યોજી રહ્યા હતા, ત્યારે એક હુમલાખોરે એડવાન્સ્ડ રાઈફલથી તેમના પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ટ્રમ્પનો બચાવ થયો હતો અને એક ગોળી તેમના કાનના ઉપરના ભાગને અડીને પસાર થઈ હતી. આ રેલીમાં પોતાના પરિવારની રક્ષા કરી રહેલા એક વ્યક્તિને ગોળી વાગી અને તેનું મોત થયું હતું. ટ્રમ્પ પરના આ હુમલા બાદ યુએસ સિક્રેટ સર્વિસ નિશાના પર આવી ગઈ છે.

રિપબ્લિકન-ડેમોક્રેટ નેતાઓએ રાજીનામું માંગ્યું હતું

સિક્રેટ સર્વિસને ઘટના દરમિયાન તેની સુરક્ષા નિષ્ફળતાઓ માટે રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ બંને તરફથી વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સિક્રેટ સર્વિસ ચીફ ચીટલ હાઉસ ઓવરસાઇટ કમિટી સમક્ષ હાજર થયા, જ્યાં તેણીએ સુરક્ષા યોજના અને કાયદાના અમલની પ્રતિક્રિયા અંગે હતાશ સાંસદોના સવાલોના જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. ઘણા સાંસદોએ તેમના રાજીનામાની માંગ કરી હતી.

2022થી એજન્સીના ચીફ રહેલા ચીટલે સાંસદોને કહ્યું હતું કે તેમણે ટ્રમ્પની સુરક્ષામાં ચૂકની જવાબદારી લીધી છે. 1981માં તત્કાલિન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન પર થયેલા ઘાતક હુમલા પછી આ સિક્રેટ સર્વિસની સૌથી મોટી નિષ્ફળતા હતી.

સિક્રેટ સર્વિસને પોતાની કામગીરીને લઇને અનેક કોંગ્રેસ સમિતિઓ અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી, તેની મૂળ સંસ્થા તરફથી તપાસનો સામનો કરવો પડી રહ્યો છે.રાષ્ટ્રપતિ બાઇડને આ મામલે સ્વતંત્ર સમીક્ષાની અપીલ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
Embed widget