શોધખોળ કરો

Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ

Lebanon Radio Blast: મંગળવારે લેબનોનમાં પેજર બ્લાસ્ટમાં લગભગ 3,000 લોકો ઘાયલ થયા અને 12 માર્યા ગયા પછી આ ઘટના બની છે. અલ હદથ ટીવી ચેનલના અહેવાલ મુજબ લેબનોનમાં રેડિયો વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 100 લોકો ઘાયલ થયા છે.

Lebanon Radio Blast:  મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે એક નવી ઘટનાએ આ ક્ષેત્રમાં તણાવ વધારી દીધો છે. લેબનોનમાં મંગળવારે (17 સપ્ટેમ્બર 2024) પેજર બ્લાસ્ટ પછી, બુધવારે (18 સપ્ટેમ્બર) રાજધાની બેરૂતમાં ફરીથી બે વિસ્ફોટ થયા. બુધવારે થયેલા બ્લાસ્ટ ઈલેક્ટ્રોનિક સાધનોમાં થયા હતા. સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે લેપટોપ, વોકી-ટોકી અને મોબાઈલમાં બ્લાસ્ટ થયા છે.

રેડિયો બ્લાસ્ટમાં 100થી વધુ ઘાયલ

રોઇટર્સના અહેવાલ મુજબ, દેશના દક્ષિણમાં અને રાજધાનીના દક્ષિણ ઉપનગરોમાં વિસ્ફોટ થયા છે. અહેવાલો અનુસાર, ગઇકાલે (17 સપ્ટેમ્બર 2024) હિઝબુલ્લાહ દ્વારા માર્યા ગયેલા લોકો માટે આયોજિત અંતિમ સંસ્કારના સ્થળની નજીક વિસ્ફોટ થયો હતો. મંગળવારે લેબનોનમાં પેજર બ્લાસ્ટમાં લગભગ 3,000 લોકો ઘાયલ થયા અને 12 માર્યા ગયા પછી આ ઘટના બની છે. અલ હદથ ટીવી ચેનલના અહેવાલ મુજબ લેબનોનમાં રેડિયો વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 100 લોકો ઘાયલ થયા છે.

ત્રણ લોકો મૃત્યુ પામ્યા

રોઇટર્સના અહેવાલ મુજબ, હેન્ડ-હેલ્ડ રેડિયો પાંચ મહિના પહેલા હિઝબુલ્લાહ દ્વારા ખરીદવામાં આવ્યા હતા. પેજર્સ ખરીદવામાં આવ્યા હતા તે જ સમયે આની પણ ખરીદી થઈ હતી. અહેવાલો અનુસાર, બુધવારે હાથમાં પકડવામાં આવતા રેડિયો ઉપકરણના વિસ્ફોટને કારણે ત્રણ લોકોના મોત થયા હતા. હિઝબુલ્લાએ મંગળવારે આરોપ લગાવ્યો હતો કે ઈઝરાયેલે આ હુમલા કર્યા છે. હિઝબુલ્લાએ ઈઝરાયેલ સામે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે.

હિઝબુલ્લાએ બુધવારે દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી આર્ટિલરી પોઝિશન્સ પર રોકેટ હુમલાઓ સાથે જવાબ આપ્યો. પેજર હુમલા પછી લેબનોનનો આ પહેલો સીધો હુમલો હતો. પેજર વિસ્ફોટોથી હિઝબોલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચે સરહદ પારની અથડામણોને કારણે પહેલેથી જ તણાવગ્રસ્ત વિસ્તારોમાં તણાવ વધુ વધી ગયો છે.

 17 સપ્ટેમ્બરે પેજર સિરિયલ બ્લાસ્ટ બાદ લેબનોનમાં અફરાતફરીનો માહોલ છે. આ હુમલામાં હિઝબુલ્લાહના ઘણા લડવૈયા માર્યા ગયા હતા. લગભગ 4 હજાર લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. લેબનોનનો આરોપ છે કે આ સીરિયલ બ્લાસ્ટ પાછળ ઈઝરાયેલનો હાથ છે. હિઝબુલ્લાએ બદલો લેવાની ચેતવણી આપી છે. જેને જોતા ઈઝરાયેલ એલર્ટ થઈ ગયું છે. ઇઝરાયેલે લેબનોન સાથેની સરહદ પર 20 હજાર સૈનિકો તૈનાત કર્યા છે.

આ પણ વાંચો...

Lebanon Pager Blast: લેબનોન પેજર બ્લાસ્ટ બાદ લાલઘૂમ હિઝબુલ્લા, ઈઝરાયેલ પર કર્યો રોકેટનો વરસાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Train Accident | વલસાડ રેલવે સ્ટેશન પાસે ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું, દહાણુંમાં માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખળી ગયાMehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાંLebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોતMorbi | મચ્છુ-3 ડેમમાં મનાઈ છતા 2 આયોજકોએ કરાવ્યું વિસર્જન અને પછી... જુઓ શું થઈ કાર્યવાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે
પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે
General Knowledge: કઈ કંપનીની એર હોસ્ટેસને મળે છે સૌથી વધુ પગાર? રકમ જાણીને હોંશ ઉડી જશે
General Knowledge: કઈ કંપનીની એર હોસ્ટેસને મળે છે સૌથી વધુ પગાર? રકમ જાણીને હોંશ ઉડી જશે
India vs Bangladesh 1st Test, Day 1: ભારતના પ્રથમ દિવસે 339 રન, અશ્વિન-જાડેજાની તોફાની બેટિંગ
India vs Bangladesh 1st Test, Day 1: ભારતના પ્રથમ દિવસે 339 રન, અશ્વિન-જાડેજાની તોફાની બેટિંગ
Diabetes: ડાયાબિટીસના દર્દીઓમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે આ રોગ, જાણો તેના લક્ષણો અને બચાવના ઉપાય
Diabetes: ડાયાબિટીસના દર્દીઓમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે આ રોગ, જાણો તેના લક્ષણો અને બચાવના ઉપાય
Embed widget