Lebanon Pager Blast: લેબનોન પેજર બ્લાસ્ટ બાદ લાલઘૂમ હિઝબુલ્લા, ઈઝરાયેલ પર કર્યો રોકેટનો વરસાદ
Lebanon Pager Blast: લેબનોન પેજર બ્લાસ્ટ બાદ હિઝબુલ્લાહે પ્રથમ વખત ઇઝરાયેલ સામે સીમા પાર હુમલા કર્યા છે.
Lebanon Pager Blast: લેબનોન પેજર બ્લાસ્ટ બાદ હિઝબુલ્લાએ ઈઝરાયેલ સામે યુદ્ધની ઘોષણા કરી દીધી છે. હિઝબુલ્લાએ બુધવારે (18 સપ્ટેમ્બર) ઇઝરાયેલની સરહદી ચોકીઓ પર રોકેટ છોડ્યા હતા. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, લેબનોન પેજર બ્લાસ્ટ બાદ હિઝબુલ્લાએ પહેલીવાર ઇઝરાયલ વિરુદ્ધ સીમાપારથી હુમલા કર્યા છે.
શા માટે હુમલો કરી રહ્યું છે હિઝબુલ્લાહ?
ગઈકાલે એટલે કે મંગળવારે (17 સપ્ટેમ્બર) લેબનોનમાં એક સાથે અનેક પેજર વિસ્ફોટ થયા હતા. પેજર એક પ્રકારનું કોમ્યુનિકેશન ડિવાઈસ છે, તેનો ઉપયોગ મોબાઈલ ફોનની જેમ કરવામાં આવે છે. જો કે, સમય સાથે લોકો ફોનનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું. ગઈકાલે થયેલા હુમલામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. આ બ્લાસ્ટના તાર ઈઝરાયેલ સાથે જોડવામાં આવી રહ્યા છે. હિઝબુલ્લાએ આરોપ લગાવ્યો છે કે આ હુમલામાં ઈઝરાયેલનો હાથ હતો. જો કે ઈઝરાયેલની સેનાએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.
શા માટે હિઝબુલ્લાહ લડવૈયાઓ પેજરનો ઉપયોગ કરે છે?
હિઝબુલ્લા સંગઠનમાં વાતચીત માટે પેજરનો ઉપયોગ કરે છે. પેજર દ્વારા તેમનું લોકેશન શોધી શકાતું નથી. મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને લોકેશન ટ્રેસ થવાનું જોખમ રહેલું છે, તેથી હિઝબુલ્લાહ ફોનને બદલે પેજર પસંદ કરે છે. પેજર એ વાયરલેસ ટેલિકોમ્યુનિકેશન ઉપકરણ છે, જેનો ઉપયોગ વૉઇસ અને ટેક્સ્ટ સંદેશા મોકલવા માટે થાય છે.
આ પેજર્સમાં કેવી રીતે બ્લાસ્ટ કરવામાં આવ્યા તે અંગે હિઝબુલ્લાહે કોઈ નિવેદન આપ્યું નથી. જો કે, એવી શંકા છે કે બેટરી કોઈક રીતે ગરમ કરવામાં આવી હતી જેથી લિથિયમ બેટરી વધુ ગરમ થાય અને ફાટી જાય. જો કે, નિષ્ણાતોએ આ સિદ્ધાંત પર પ્રશ્નો ઉભા કર્યા છે. નિષ્ણાતો માને છે કે આટલી મોટી સંખ્યામાં પેજર સાથે આવું કરવું શક્ય નથી.
તો બીજી તરફ 17 સપ્ટેમ્બરે પેજર સિરિયલ બ્લાસ્ટ બાદ લેબનોનમાં અફરાતફરીનો માહોલ છે. આ હુમલામાં હિઝબુલ્લાહના ઘણા લડવૈયા માર્યા ગયા હતા. લગભગ 4 હજાર લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. લેબનોનનો આરોપ છે કે આ સીરિયલ બ્લાસ્ટ પાછળ ઈઝરાયેલનો હાથ છે. હિઝબુલ્લાએ બદલો લેવાની ચેતવણી આપી છે. જેને જોતા ઈઝરાયેલ એલર્ટ થઈ ગયું છે. ઇઝરાયેલે લેબનોન સાથેની સરહદ પર 20 હજાર સૈનિકો તૈનાત કર્યા છે.
આ પણ વાંચો...