Lion vs Crocodile : સિંહ અને મગરમચ્છના ઝૂંડનો શ્વાસ અદ્ધર કરી દેતો વીડિયો વાયરલ
સામે આવેલો ગણતરીની સેકન્ડનો વિડીયો જોઈ કહી શકાય કે, પેટની ભૂખ શાંત કરવા રખડતા સિંહની નજર પાણીમાં શિકાર પર પડે છે. સિંહે ક્ષણની યે રાહ જોયા વગર છલાંગ લગાવી શિકારની નજીક પહોંચી જાય છે.
Sher Ka Video: ઈન્ટરનેટ પર સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં ક્યારે શું જોવા કે સાંભળવા મળી જાય તે કહી ના શકાય. અહીં ખુંખાર સિંહ દ્વારા મહાકાય પ્રાણીનો શિકાર કરતો વીડિયો પણ જોવા મળે છે તો ઘણી વખત જંગલનો રાજા પોતે પણ કોઈનો શિકાર મારી બંતો જોવા મળે છે. પરંતુ તાજેતરમાં જે વીડિયો સામે આવ્યો છે તે આ તદ્દન અલગ જ છે. આ વીડિયો સિંહ અને મગરનો છે, જેમાં જોવા મળી રહેલો નજારો અગાઉ ભાગ્યે જ જોવા મળ્યો હશે.
સિંહ શિકાર કરવા પાણીમાં ગયો અને...
સામે આવેલો ગણતરીની સેકન્ડનો વિડીયો જોઈ કહી શકાય કે, પેટની ભૂખ શાંત કરવા રખડતા સિંહની નજર પાણીમાં શિકાર પર પડે છે. સિંહે ક્ષણની યે રાહ જોયા વગર છલાંગ લગાવી શિકારની નજીક પહોંચી જાય છે. નજીક ગયા બાદ તેને ખબર પડે છે કે આ જાનવર તો પહેલાથી જ મરેલું છે. પણ સિંહ તેને પોતાનો ખોરાક બનાવે તે પહેલા જ તેની મુશ્કેલીઓ વધી જાય છે. ગણતરીની સેકન્ડમાં જ મગરોનું એક આખું ટોળું તેને ઘરી વળે છે.
શું સિંહ મગરથી બચી શકશે?
View this post on Instagram
મગરના ખુંખાર ઝુંડને જોતા જ સિંહ કુદકો મારીને મરેલા પ્રાણીની ઉપર ચઢી જાય છે પણ મગર તેને ઘેરીને તેની આસપાસ ઘુરકીઓ કરવા લાગે છે. હવે શું સિંહ આટલા મગરોથી બચી શકશે? આ દ્રશ્ય જોઈ કહી શકાય કે કદાચ મગરનું બચવું અશક્ય છે. પરંતુ જંગલના રજા સિંહે હાર નહોતી માની અને તે પાણીમાં ઉતરીને જ બહાર નિકળવાનો પ્રયાસ કરે છે. આટલા મગરોની સામે સિંહે હાર ન માની અને નીચે ઉતરીને જ પાણી પાર કરવાનો પ્લાન બનાવે છે.
સિંહે મોં ફાડીને બેઠેલા મગરમચ્છના ઝુંડ પર જ છલાંગ લગાવી દીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે, ડઝનબંધ મગર સિંહને જડબામાં જકડી લેવા પ્રયાસ કરે છે પણ નસીબ જંગલના રાજા સાથે રહે છે. તે પાણીમાંથી સુરક્ષિત બહાર આવીને જમીન પર પહોંચી જાય છે. આ વીડિયોનું દ્રશ્ય ભલભલાના શ્વાસ થંભાવી દેનારૂ છે.
અહીં જુઓ ચોંકાવનારો વીડિયો
મગર અને સિંહનો આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર છવાઈ ગયો છે. તેને ઈન્ટાગ્રામ પર animals_powersના પેજ પરપણ અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વખત જોવાયો છે અને હજારો લોકોએ તેને લાઈક કર્યો છે.