Love Affairs : હેં હેં હેં...!!! 13 વર્ષના વિદ્યાર્થીએ શિક્ષિકાને બનાવી ગર્ભવતી, ક્લાસમાં જ થતુ ગંદુ કામ
સામાન્ય રીતે શિક્ષક કે શિક્ષિકા પર ક્રશ હોવું એ કોઈ નવી વાત નથી. આજના સમયમાં લોકોમાં આ પ્રકારનો એક ટ્રેન્ડ બની ગયો છે અને જો જોવામાં આવે તો આજના સમયમાં તેને ખોટી નજરથી પણ જોવામાં આવતો નથી.
![Love Affairs : હેં હેં હેં...!!! 13 વર્ષના વિદ્યાર્થીએ શિક્ષિકાને બનાવી ગર્ભવતી, ક્લાસમાં જ થતુ ગંદુ કામ Love Affairs : Teacher gets Pregnant by 13 Year old Student Love Affairs : હેં હેં હેં...!!! 13 વર્ષના વિદ્યાર્થીએ શિક્ષિકાને બનાવી ગર્ભવતી, ક્લાસમાં જ થતુ ગંદુ કામ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/24/90e63cc1b3adc8cc9090d8e43592f8c2167724519026481_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
English Teacher Pregnant by Student: આજકાલ અવરનવાર સંબંધો તાર તાર થવાની અનેક ઘટનાઓ સામે આવે છે. કંઈક આવી જ એક ઘટના સામે આવી છે જેમાં શિક્ષક અને વિદ્યાર્થીના ગુરૂ-શિષ્યના પવિત્ર સંબંધો લજ્જીત થયા છે. અહીં એક શિક્ષિકાએ તેના જ વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતાં. અવાર નવાર શારીરિક સંબંધો બંધાતા શિક્ષિકા પ્રેગ્નેન્ટ બની ગઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે, શિક્ષિકા જે વિદ્યાર્થી વતી ગર્ભવતી બની છે તે વિદ્યાર્થીની ઉંમર માત્ર 13 જ વર્ષ છે.
સામાન્ય રીતે શિક્ષક કે શિક્ષિકા પર ક્રશ હોવું એ કોઈ નવી વાત નથી. આજના સમયમાં લોકોમાં આ પ્રકારનો એક ટ્રેન્ડ બની ગયો છે અને જો જોવામાં આવે તો આજના સમયમાં તેને ખોટી નજરથી પણ જોવામાં આવતો નથી. જ્યાં સુધી ક્રશ મર્યાદામાં રહે છે ત્યાં સુધી આ સંબંધમાં બધું જ પોઝીટીવ રહે છે . પણ જો આ ક્રશ સંબંધમાં ફેરવાઈ જાય અને શિક્ષક પોતાના જ વિદ્યાર્થીની માતા બની જાય તો..! તમને સાંભળવામાં અજીબ લાગતું હશે, પરંતુ આ સત્ય છે અને આ સંબંધની કહાનીએ બધાને હચમચાવી દીધા છે.
આ કેસ અમેરિકાના નોર્થ હ્યુસ્ટનમાં આવેલી સ્ટોવલ મિડલ સ્કૂલનો છે. જ્યાં 24 વર્ષની એલેક્ઝાન્ડ્રિયા વેરા નામની શિક્ષિકા પોતાની જ વિદ્યાર્થિનીથી ગર્ભવતી બની હતી. અંગ્રેજી શિક્ષક એલેક્ઝાન્ડ્રિયા વેરા વર્ષ 2015માં તેના વિદ્યાર્થીને મળી હતી. બંને એકબીજાને પસંદ કરતા હતા અને આ ક્રશ ક્યારે સંબંધમાં બદલાઈ ગયો. બંનેને ખબર પણ ના પડી અને બંને વચ્ચે નંબર એક્સચેન્જ થયા અને ત્યાર બાદ વાતચીત શરૂ થઈ.
શિક્ષિકાને 10 વર્ષની સજા
વિદ્યાર્થીએ તેના ટીચરને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો કે આપણે બંને ક્યાંક ફરવા જઈએ. આ મેસેજ મળતા જ ટીચર તેના વિદ્યાર્થીને મળવા તેના ઘરે પહોંચી અને તે દિવસે વિદ્યાર્થીના માતા-પિતા પણ ઘરમાં ન હતા. આ સ્થિતિમાં બંને વચ્ચે પહેલીવાર શારિરીક સંબંધ બંધાયો હતો. ત્યારબાદ વિદ્યાર્થીએ આ વાત તેમના ઘરે જણાવી હતી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે બાળકના માતા-પિતાને આ સંબંધથી કોઈ સમસ્યા નહોતી. મહિલા એટલે કે શિક્ષિકા પહેલેથી જ પરણીત છે અને તે ચાર વર્ષના બાળકની માતા છે.
બાળ કલ્યાણ તપાસકર્તા આ મામલાને કોર્ટમાં લઈ ગયા હતાં. જ્યાં અન્ય વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, છોકરો આખા વર્ગની સામે શિક્ષિકા સાથે ગેરવર્તન કરતો હતો પરંતુ શિક્ષિકાએ તેને રોક્યો ન હતો. આ સિવાય તેના પાડોશીઓએ પણ જણાવ્યું હતું કે, આ છોકરો અવારનવાર મહિલાના ઘરે આવતો હતો અને પૂછવા પર મહિલા કહેતી હતી કે તે તેનો ભાઈ છે. આ બધી વાતો સાંભળ્યા બાદ જજ માઈકલ મેકસ્પેડન (સ્ટેટ ડિસ્ટ્રિક્ટ જજ માઈકલ મેકસ્પેડન)એ શિક્ષિકાને 10 વર્ષની સજા સંભળાવી હતી. તેમણે કહ્યું હતું કે, સમાજને એવા શિક્ષકોની જરૂર છે જે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)