Love Story : સીમા હૈદરને લઈ થયો ચોંકાવનારો ખુલાસો, Videoએ મચાવી સનસની
એટીએસ સીમા મંગળવારે બીજા દિવસે સચિન સહિત તેમની સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે. સાથે જ સીમાને લઈને નીત નવા ખુલાસા થઈ રહ્યાં છે. સીમા હૈદર પાકિસ્તાનની જાસૂસ હોવાની શંકા છે.
Seema Haider : પાકિસ્તાનની કરાચીની રહેવાસી સીમા હૈદર અને તેનો ભારતીય પ્રેમી સચિન મીના અને તેમનો પરિવાર આ દિવસોમાં ઉત્તર પ્રદેશ પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી (ATS)ના રડાર પર છે. એટીએસ સીમા મંગળવારે બીજા દિવસે સચિન સહિત તેમની સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે. સાથે જ સીમાને લઈને નીત નવા ખુલાસા થઈ રહ્યાં છે. સીમા હૈદર પાકિસ્તાનની જાસૂસ હોવાની શંકા છે. જેને લઈને ભારતની સુરક્ષા એજન્સીઓ તેની વારાફરતી તપાસ કરી રહી છે.
सीमा हैदर
— हम लोग We The People (@ajaychauhan41) July 17, 2023
- पाकिस्तान की PMLN पार्टी के नेता इरशाद अहमद खान का कहना है कि सीमा हैदर दुबई के मिर्ची क्लब में डांसर थीं। उसने उसे नाचते हुए देखा था।
- कुछ खबरों के मुताबिक सीमा हैदर का भाई और चाचा पाकिस्तान आर्मी में तैनात है pic.twitter.com/p4FBimbGl1
આ દરમિયાન ટ્વિટર પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સીમા હૈદર બોલિવૂડ ફિલ્મોના ગીતો પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો દુબઈના એક ક્લબનો છે, જ્યાં સીમા હૈદર ડાન્સર તરીકે ડાન્સ કરતી હતી.
પાકિસ્તાની યુટ્યુબર સૈયદ બાસિત અલીએ છેલ્લા કેટલાક દિવસોમાં સીમા હૈદરને લઈને ઘણા વીડિયો બનાવ્યા છે. અપવે ચેનલ પર પાકિસ્તાની યુટ્યુબર સૈયદ બાસિત અલી દ્વારા સીમા હૈદરના મિત્ર, તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ, તેના ડૉક્ટર સહિત આવા ઘણા લોકોનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો છે. હવે પાકિસ્તાની યુટ્યુબર સૈયદ બાસિત અલીએ દાવો કર્યો છે કે, સીમા હૈદર દુબઈની એક ક્લબમાં ડાન્સર હતી. ટ્વિટર પર પણ ઘણા લોકોએ સીમા હૈદરનો ડાન્સ વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે, આ વીડિયો દુબઈની ક્લબમાં ડાન્સ કરતી સીમાનો છે.
किस किस को लगता है सीमा हैदर एक नाचने वाली है उसके जितने वीडियो देखे एक ही जगा और कपड़े अलग अलग होते हैं#SeemaHaider pic.twitter.com/5m4hhUHj6V
— cuffy (@CuffyAk) July 17, 2023
વાયરલ વીડિયોમાં સીમા હૈદર બોલિવૂડ ગીત 'ગલે મેં લાલ ટાઈ ઔર ઘર મેં એક ચારપાઈ...' પર ડાન્સ કરતી જોવા મળે છે. એક યુઝરે લખ્યું, “સીમા હૈદર અંગે પાકિસ્તાનની પીએમએલએન પાર્ટીના નેતા ઈર્શાદ અહમદ ખાનનું કહેવું છે કે, સીમા હૈદર દુબઈના મિર્ચી ક્લબમાં ડાન્સર હતી. તેમણે તેણીને ડાન્સ કરતી જોઈ હતી.
सीमा हैदर और सचिन को जेल मे नींद नही आएगी तो ऐसे ही मुजरा करेंगे। pic.twitter.com/j1f4WIYod9
— Mohammad Tanvir تنوير (@TanveerPost) July 17, 2023
સોશિયલ મીડિયા પર શું આવી પ્રતિક્રિયા?
સૈયદ બાસિત અલીએ પોતાના વિડિયોમાં કહ્યું હતું કે, સીમા દુબઈની ક્લબમાં ડાન્સ કરતી હતી. તે એક સામાન્ય પાકિસ્તાની છોકરી બનીને દુબઈ પહોંચી હતી. હવે તે તેના પતિ થકી ગઈ કે પછી કોઈ બીજા દ્વારા…. એ વાતનું કોઈ જ મહત્વ નથી. હાલ તેનો પાકિસ્તાન સાથે કોઈ સંબંધ નથી. તે ઘણા વર્ષોથી દુબઈમાં ડાન્સર છે. ભારત, નેપાળ, બાંગ્લાદેશની જેમ દરેક જગ્યાએથી છોકરીઓ અહેં આવે છે.