શોધખોળ કરો
Advertisement
બગદાદીનો આ નજીકનો સહયોગી જ તેના માટે કાળ બન્યો, અમેરિકાની સેનાની આપી આવી ‘ગુપ્ત જાણકારી’
બગદાદી શાકભાજી ભરેલી ટ્રકોમાં પોતાના લડવૈયાઓ સાથે રણનૈતિક ચર્ચાઓ કરતો હતો જેથી કરીને ધરપકડથી બચી શકાય.
નવી દિલ્હીઃ આઈએસઆઈએસના ચીફ અબુ બક્ર અલ બગદાદીનો અમેરિકાને ખાતમો બોલાવ્યો છે. શનિવારે અમેરિકાની સેનાના એક ઓપરેશન દરમિયાન સીરિયાના ઈતબિલ પ્રાંતના બારિશા ગામની પાસે એક ટનલમાં તે માર્યો ગયો છે. તેની સાથે તેના ત્રણ બાળકો પણ માર્યા ગયા છે. બગદાદીને લઈને ઇરાકના ઇન્ટેલીજન્સ સૂત્રોએ મોટો ખુલાસો કર્યો છે. ઈરાકના ઇન્ટેલીજન્સ સૂત્રોના બે અધિકારીઓએ જણાવ્યું કે, બગદાદીને શોધી રહી હતી ત્યારે ઈરાકની ગુપ્ચતર ટીમને ફેબ્રુઆરી 2018માં એક મોટી જાણકારી મળી હતી, જ્યારે આઈએસના એક આતંકી અને બગદાદીના એક નજીકના સહોયગીએ આ વાતની જાણકારી હતી કે તે આટલા વર્ષો સુધી કેવી રીતે બચીને રહ્યો.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એક સમયે બગદાદીના સહયોગી રહેલા ઈસ્લાઈલ અલ-ઈથવીએ જણાવ્યું હતું કે, તે ઘણી વાર શાકભાજી ભરેલી ટ્રકોમાં પોતાના લડવૈયાઓ સાથે રણનૈતિક ચર્ચાઓ કરતો હતો જેથી કરીને ધરપકડથી બચી શકાય. ઈથવીને તુર્કી ઓથોરિટીઝે અટકાયતમાં લીધો હતો અને ત્યાર બાદ તેને ઈરાકના સૈન્ય બળોને સોંપી દેવામાં આવ્યો હતો. ઈરાકી સુરક્ષા અધિકારીના જણાવ્યા પ્રમાણે ઈથવીએ અનેક મહત્ત્વની જાણકારી આપી હતી, જેના આધારે ઇરાકી એજન્સીઓએ બગદાદીની મૂવમેન્ટ અને ગુપ્ત ઠેકાણોની જાણકારી મળી હતી.
ઈસ્લામીક સ્ટેટના સર્વેસર્વાને દબોચવા માટે ઈથવી જેવા તેના અનેક સાથીદારો જ મહત્વના સાબિત થયા હતાં. ઈસ્લામિક સાયંસમાં પીએચડી કરનારા ઈથવીએ સુરક્ષાદળો બગદાદીને લઈને મહત્વની જાણકારી આપી હતી. ઈથવીને બગદાદીના 5 સૌથી નજીકના સાથીદારોમાંનો એક માનવામાં આવતો હતો. તેને અમેરિકી સુરક્ષા ધળોએ 2008માં ધરપકડ કરી હતી. તેને 4 વર્ષની સજા પણ સંભળાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion