મ્યાનમારમાં તબાહી બાદ ફરી એક વખત આવ્યો ભૂકંપ, જાણો કેવી છે પરિસ્થિતિ
શુક્રવારે આવેલા ભયાનક ભૂકંપ બાદ મ્યાનમારમાં હજુ પણ ધરતી ધ્રૂજી રહી છે. USGS અનુસાર, રવિવારે મંડલે શહેર નજીક 5.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Earthquake in Myanmar: શુક્રવારે આવેલા ભયાનક ભૂકંપ બાદ મ્યાનમારમાં હજુ પણ ધરતી ધ્રૂજી રહી છે. USGS અનુસાર, રવિવારે મંડલે શહેર નજીક 5.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શુક્રવારના વિનાશક ભૂકંપ પછી આ એક નવો આંચકો હતો. મ્યાનમાંરમાં ફરી એક વખત ભૂકંપ આવતા લોકોમાં ડરનો માહોલ છે.
ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ભયના માર્યા રસ્તા પર આવી ગયા હતા. શુક્રવારે આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપને કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું હતું. અત્યાર સુધીમાં 1,600 થી વધુ લોકોના મોત થયા છે અને 3,400 થી વધુ લોકો ગુમ છે. મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા છે.
'40 ટન સહાય સામગ્રી સાથે બે જહાજો રવાના'
ભારત વિનાશક ભૂકંપથી પ્રભાવિત મ્યાનમારને તમામ શક્ય મદદ કરી રહ્યું છે. વિદેશ મંત્રી જયશંકરે શુક્રવારે માહિતી આપી હતી કે 40 ટન સહાય સામગ્રી લઈને બે જહાજો પડોશી દેશ માટે રવાના થયા છે. એસ જયશંકરે લખ્યું, "ઓપરેશન બ્રહ્મા, INS સતપુડા અને INS સાવિત્રી 40 ટન માનવતાવાદી સહાય સાથે યાંગૂન બંદર તરફ પ્રયાણ કર્યું."
અન્ય એક ટ્વીટમાં તેમણે માહિતી આપી હતી કે 80 સભ્યોની NDRF સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમ પણ નેપ્યી તાવ માટે રવાના થઈ છે. આ ટીમો મ્યાનમારમાં બચાવ કામગીરીમાં મદદ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મ્યાનમારના વરિષ્ઠ જનરલ મહામહિમ મિન આંગ હ્લાઇંગ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમારના લોકો સાથે એકજૂટતા સાથે ઊભું છે.
દેશના સૈન્ય નેતૃત્વ અનુસાર, મ્યાનમારના 7.7-તીવ્રતાના વિનાશક ભૂકંપથી મૃત્યુઆંક વધીને 1,644 પર પહોંચી ગયો છે, જ્યારે 3,408 લોકો ઘાયલ થયા છે અને 139 હજુ પણ ગુમ છે. 28 માર્ચે મધ્ય મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે વ્યાપક વિનાશ થયો છે. અનેક ઇમારતો અનેઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે અને હજારો લોકો બેઘર થયા છે.
દેશના સૈન્ય નેતૃત્વ અનુસાર, મ્યાનમારના 7.7-તીવ્રતાના વિનાશક ભૂકંપથી મૃત્યુઆંક વધીને 1,644 પર પહોંચી ગયો છે, જ્યારે 3,408 લોકો ઘાયલ થયા છે અને 139 હજુ પણ ગુમ છે. 28 માર્ચે મધ્ય મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે વ્યાપક વિનાશ થયો છે. અનેક ઇમારતો અનેઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે અને હજારો લોકો બેઘર થયા છે.

