ઇઝરાયેલના વડાપ્રધાન કોણ બન્યાં, વિપક્ષે સંસદમાં સંબોધન દરમિયાન તેમના પર શું લગાવ્યો આરોપ
ઇઝરાયેલના વડાપ્રધાન તરીકે રવિવારે નફ્તાલી બેનેટે શપથ લીધી હતી. તો બેન્જામિન નતેન્યાહૂના 12 વર્ષનો કાર્યકાળ હવે પૂર્ણ થઇ ગયો છે.
ઝરાયેલના વડાપ્રધાન તરીકે રવિવારે નફ્તાલી બેનેટે શપથ લીધી હતી. તો બેન્જામિન નતેન્યાહૂના 12 વર્ષનો કાર્યકાળ હવે પૂર્ણ થઇ ગયો છે. ઇઝરાયેલમાં પ્રધાનમંત્રી તરીકે 49 વર્ષના નફ્તાલી બેનેટે રવિવારે શપથ લીધા. ઉલ્લેખનિય છે કે, તેમને સાંસદમાં બહુમતી પ્રાપ્ત થઇ ત્યારબાદ તેમણે તેમનો કાર્યભાર સંભાળી લીધો છે. ઇઝરાયેલ સંસદ નેસેટમાં 120 સદસ્ય છે. જેમાં 60 સદસ્યોએ પક્ષમાં અને 59 સદસ્યોના વિરોધમાં મતદાન કર્યું છે. તો નેફ્તાલીની સરકારેમાં 27 મંત્રી છે. જેમાં નવ મહિલા છે. આ વખતે નવી સરકારે નવી વિચારધારાઓના સદસ્યની પસંદ કરી છે. જેમાં દક્ષિણ પંથી. વામ, મધ્યમાર્ગીની સાથે અરબ સમુદાયના પ્રતિનિધિત્વ કરનાર એક પાર્ટી પણ સામેલ છે. સંસંદના સ્પીકર તરીકે યેશ અતિદ પાર્ટીના મિકી લેવીની પસંદગી કરાઇ છે. તેના પક્ષમાં 67 સદસ્યોએ મતદાન કર્યું હતું.
માનવામાં આવી રહ્યું છે કે, બેનેટના સંસદમાં તેમના સંબોધન દરમિયાન તેમના સરકારના મંત્રીઓના નામની જાહેરાત કરી હતી. ત્યારે 71 વર્ષના નેતન્યાહૂના સમર્થકોએ સંબોધનમાં વિક્ષેપ નાખવાની કોશિશ કરી હતી. વિપક્ષના શોર છતાં પણ બેનેટે તેમનું સંબોધન પૂર્ણ કર્યું છે. બેનેટે કહ્યું કે, તેમને ગર્વ છે કે, તે અલગ અલગ વિચાર ઘારાના લોકો સાથે કામ કરશે.
જો બાઇડેનને આપી શુભકામના
બેનેટના તેમના સંબોધનમાં કહ્યું કે, આ નિર્ણાયક સમયમાં તેમની પાર્ટી એ જવાબદારી ઉઠાવી રહી છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને બેનેટને શુભકામના આપી છે. તેમણે કહ્યું કે, તે તેમની સાથે કામ કરવા માટે ઉત્સુક છે. ઉપરાંત બાઇડને કહ્યું કે, બેનેટની ટીમ અને વિદેશ મંત્રી યાઇર લાપિડને પણ શુભકામના આપું છું. બંને દેશો સંબંદ વધુ પ્રગાઢ કરવા માટે કામ કરશે.
વિપક્ષે બેનેટ પર લગાવ્યો આરોપ
મળતી માહિતી મુજબ વિપક્ષ પાર્ટીને બેનેટના સંબોધન દરમિયાન સંસંદમાં હોબાળો કર્યો હતો અને તેને અપરાધી અને જુઠા ગણાવ્યાં હતા. સંબોધનમાં બેનેટે કહ્યું હતું કે, ઇઝરાયેલ ઇરાનને પરમાણુ હથિયાર હાસિંલ કરવાની ક્ષમતા હાંસિલ નહીં કરવા દે.