Nepal Gen-Z Protest: નેપાળ સરકારનો યુ-ટર્ન, હિંસક પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવ્યો
Nepal Gen-Z Protest: નેપાળ સરકારે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાદવામાં આવેલા પ્રતિબંધને પાછો ખેંચવાની જાહેરાત કરી હતી.

Nepal Gen-Z Protest: નેપાળ સરકારે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાદવામાં આવેલા પ્રતિબંધને પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. યુવાનો દ્વારા કરવામાં આવેલા હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા છે.
STORY | After violent protests, Nepal government lifts ban on social media
— Press Trust of India (@PTI_News) September 8, 2025
The Nepal government on Monday announced that it has withdrawn its earlier decision to ban social media sites amid violent protests by youths that left at least 19 people dead and over 300 others injured.… pic.twitter.com/r6wc3T3QEI
નેપાળના સંદેશાવ્યવહાર, માહિતી અને પ્રસારણ મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે કેબિનેટની ઈમરજન્સી બેઠક બાદ જાહેરાત કરી હતી કે સરકારે સોશિયલ મીડિયા સાઇટ્સ પર લાદવામાં આવેલા પ્રતિબંધને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે.
પ્રદર્શનકારીઓની માંગણીઓ પૂર્ણ થઈ
ગુરુંગે કહ્યું હતું કે માહિતી મંત્રાલયે સંબંધિત એજન્સીઓને 'Gen Z' વિરોધીઓની માંગણી મુજબ સોશિયલ મીડિયા સાઇટ્સ ફરી શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ યુવાનો રાજધાની કાઠમંડુમાં સંસદ ભવનની સામે એક વિશાળ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા હતા. ત્રણ દિવસ પહેલા નેપાળ સરકારે ફેસબુક અને એક્સ સહિત 26 સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો કારણ કે તેઓ નેપાળ સરકાર સાથે નોંધણી કરાવવામાં નિષ્ફળ ગયા હતા.
નેપાળમાં ફેસબુક અને વોટ્સએપ ફરી કાર્યરત થઈ ગયા છે
મંત્રીએ 'Gen Z' વિરોધીઓને તેમનું આંદોલન પાછું ખેંચવા અપીલ કરી છે. સોમવારે કેટલાક વિરોધીઓ સંસદ પરિસરમાં ઘૂસી ગયા ત્યારે વિરોધ હિંસક બન્યો. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે વોટર કેનન, ટીયર ગેસ અને રબર બુલેટનો પણ ઉપયોગ કર્યો હતો. દરમિયાન સોમવાર રાતથી નેપાળમાં ફેસબુક, એક્સ અને વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ ફરી કાર્યરત થઈ ગઈ છે.
સરકારે 4 ઓગસ્ટના રોજ દેશભરમાં ફેસબુક, એક્સ, વોટ્સએપ, યુટ્યુબ સહિત કુલ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણયથી લોકોનો ગુસ્સો વધુ વધ્યો હતો. લોકોએ રાજકારણીઓના બાળકોના વૈભવી જીવન અને દેશના ગરીબોના મુશ્કેલ જીવનની તુલના કરવાનું શરૂ કર્યું. આ પોસ્ટ અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થવા લાગ્યા. 'નેપો કિડ્સ' હેશટેગથી શરૂ થયેલો આ વિરોધ હવે સરકારની નીતિઓ અને વ્યાપક ભ્રષ્ટાચાર સામે પણ ચર્ચાનો વિષય બન્યો છે.





















