Nepal Plane Missing: નેપાળના લાપતા પ્લેનમાં સવાર ભારતીયોના નામ આવ્યા સામે, ભારતીય દૂતાવાસે જાહેર કર્યો હોટલાઈન નંબર
Nepal Plane Missing: ડબલ એન્જિનવાળા આ વિમાનમાં ક્રૂ સહિત કુલ 22 મુસાફરો હતા. દરમિયાન એરલાઇને તમામ મુસાફરોની યાદી જાહેર કરી છે,
Nepal Plane Missing: ભારતના પાડોશી દેશ નેપાળમાં પોખરાથી જોમસોમ માટે ઉડાન ભરનાર તારા એરલાઇન્સની ફ્લાઇટ 9 એનએઇટીનો સંપર્ક તૂટી ગયો છે. વિમાને 9:55 વાગ્યે ઉડાન ભરી હતી. ગુમ થયેલા વિમાનમાં ચાર ભારતીય, ત્રણ જર્મન અને બાકીના નેપાળી લોકો હતા. ડબલ એન્જિનવાળા આ વિમાનમાં ક્રૂ સહિત કુલ 22 મુસાફરો હતા. દરમિયાન એરલાઇને તમામ મુસાફરોની યાદી જાહેર કરી છે, જેમાં અશોક કુમાર ત્રિપાઠી, ધનુષ ત્રિપાઠી, રિતિકા ત્રિપાઠી અને વૈભવી ત્રિપાઠી તરીકે ઓળખાતા ચાર ભારતીયોનો સમાવેશ થાય છે.
કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે હોટલાઇન નંબર જાહેર કર્યો
કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે ગુમ થયેલા વિમાનના સંદર્ભમાં ઇમરજન્સી હોટલાઇન નંબર +977-9851107021 જારી કર્યો છે. વિમાનમાં ચાર ભારતીય સહિત 22 લોકો સવાર હતા. દૂતાવાસે ટ્વિટ કરીને જણાવ્યું કે દૂતાવાસ તેમના પરિવારના સંપર્કમાં છે.
प्रेस बिज्ञप्ति pic.twitter.com/Ftkte27tOK
— Civil Aviation Authority of Nepal (@hello_CAANepal) May 29, 2022
10:35 વાગ્યા પછી ATS સાથેનો સંપર્ક તૂટ્યો
અધિકારીઓએ કહ્યું છે કે છેલ્લા અડધા કલાકથી વિમાનના ATC સાથે કોઈ સંપર્ક નથી થયો. વિમાન 10:35 સુધી ATCના સંપર્કમાં હતું. હાલ વિમાન વિશે જાણવા માટે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે. જોમસોમ એરપોર્ટ એટીસીએ માહિતી આપી હતી કે એક હેલિકોપ્ટર તે વિસ્તારોમાં મોકલવામાં આવ્યું છે જ્યાં એરક્રાફ્ટનો છેલ્લે સંપર્ક કરવામાં આવ્યો હતો.
પ્લેનમાં કયા દેશના કેટલા નાગરિકો સવાર હતા?
તારા એરના જણાવ્યા અનુસાર પ્લેનમાં ક્રૂ સહિત કુલ 22 મુસાફરો છે. જેમાંથી 13 નેપાળી, 4 ભારતીય અને બે જાપાની નાગરિકો છે. ક્રૂ મેમ્બર્સમાં એરક્રાફ્ટના પાઇલટ કેપ્ટન પ્રભાકર પ્રસાદ ઘિમીરે, કો-પાઇલટ ઇતાસા પોખરેલ અને એર હોસ્ટેસ કાસમી થાપાનો સમાવેશ થાય છે. તારા એરના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ પુષ્ટિ કરી છે કે પ્લેન ગુમ થયું છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.