શોધખોળ કરો

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

અમેરિકામાં ડેમોક્રેટિક શાસિત 25 રાજ્યોએ ન્યૂયોર્કની કોર્ટમાં દાવો દાખલ કર્યો; બળજબરીથી થતી મજૂરીના બહાને ગેરકાયદેસર આયાત ડ્યૂટી ઝીંકવાનો ગંભીર આરોપ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 25 અમેરિકી રાજ્યોએ ટ્રમ્પના નવા ટેરિફને કોર્ટમાં પડકાર્યા.
  • કલમ 301 હેઠળના ટેરિફનો વિરોધ, મજૂરી કારણ જણાવી.
  • રાજ્યોનો આરોપ: અગાઉના ચુકાદાઓ અવગણી ટેરિફ લદાયા.
  • ભારત સહિત 60 દેશો પ્રભાવિત, ભારતના દરમાં ઘટાડો.

Trump tariff lawsuit 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી અને વિવાદાસ્પદ ટેરિફ નીતિ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ છે. ડેમોક્રેટિક પાર્ટીનું શાસન ધરાવતા અમેરિકાના 25 રાજ્યોએ ટ્રમ્પ વહીવટીતંત્ર સામે બાયો ચડાવી છે અને કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ રાજ્યોએ ભારત સહિત 60 જેટલા વેપારી ભાગીદાર દેશોમાંથી આવતી આયાત પર લાદવામાં આવેલા નવા અને આકરા ટેરિફનો સખત વિરોધ કરી તેને પડકાર્યો છે. આ કેસ હવે ટ્રમ્પની વેપાર નીતિઓ માટે એક મોટી કાનૂની કસોટી બની રહેશે.

ન્યૂયોર્કની કોર્ટમાં કેસ દાખલ, કલમ 301 નો ઉપયોગ વિવાદમાં

આ મામલે સોમવારે અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત 'યુએસ કોર્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ'માં સત્તાવાર રીતે દાવો દાખલ કરવામાં આવ્યો છે. આ અરજીમાં ગયા મહિને અમેરિકન સરકાર દ્વારા લાદવામાં આવેલી 10 થી 12.5 ટકા આયાત ડ્યૂટીને ગેરકાયદેસર ગણાવીને રદ કરવાની માંગ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, આ નવા ટેરિફ 1974 ના વેપાર અધિનિયમની 'કલમ 301' હેઠળ લગાવવામાં આવ્યા છે. ટ્રમ્પ પ્રશાસન પોતાના બચાવમાં દાવો કરે છે કે આ ટેરિફ માત્ર એવા દેશો પર લાદવામાં આવી રહ્યા છે, જે બળજબરીથી મજૂરી કરાવીને ઉત્પાદનો બનાવે છે અને તે નિકાસ રોકવા માટે પૂરતા કડક પગલાં નથી લઈ રહ્યા.

રાજ્યોનો આરોપ: 'કોર્ટના ચુકાદાને અવગણીને પાછલા બારણેથી ટેરિફ થોપાયા'

ઓરેગોન અને ન્યૂયોર્ક સહિતના 25 રાજ્યો આ દલીલ માનવા બિલકુલ તૈયાર નથી. આ તમામ 25 રાજ્યોમાં ડેમોક્રેટિક પાર્ટીના ગવર્નર અથવા એટર્ની જનરલ સત્તામાં છે. આ રાજ્યોનો સીધો આરોપ છે કે ટ્રમ્પ પ્રશાસન અદાલતોના અગાઉના ચુકાદાઓને અવગણી રહ્યું છે. અગાઉ કોર્ટે જે વ્યાપક આયાત ટેરિફને ગેરકાયદેસર ઠેરવ્યા હતા, તેને જ હવે અલગ કાનૂની આધાર હેઠળ ફરીથી થોપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

અરજીમાં સ્પષ્ટ જણાવાયું છે કે, કલમ 301 નો ઉપયોગ સામાન્ય રીતે માત્ર અન્યાયી વેપાર કરતા ચોક્કસ દેશો અથવા ઉદ્યોગો સામે જ થાય છે, નહીં કે વિશ્વના તમામ દેશો પર વ્યાપક ટેરિફ લાદવા માટે. બળજબરીથી કરાવાતી મજૂરીનો મુદ્દો માત્ર અગાઉ રદ કરાયેલા ટેરિફને ફરી લાગુ કરવા માટેનું એક બહાનું માત્ર છે.

ભારત સહિત 60 દેશોને સીધી અસર, ભારતના દરમાં થયો ઘટાડો

આ વિવાદાસ્પદ ટેરિફની જાહેરાત 24 જુલાઈના રોજ કરવામાં આવી હતી. આ નવા નિયમો ભારત અને યુરોપિયન યુનિયન સહિત કુલ 60 વેપારી ભાગીદાર દેશોમાંથી આયાત થતા સામાન પર લાગુ પડે છે. જોકે, રાહતની વાત એ છે કે કેટલાક દેશોએ બળજબરીથી થતી મજૂરી રોકવા માટે પોતાના કાયદા કડક બનાવ્યા હતા, જેના પરિણામે તેમના ટેરિફ દરમાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે. અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ભારત પર લાદવામાં આવેલો ટેરિફ 12.5 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યો છે.

અગાઉ સુપ્રીમ કોર્ટ પણ આપી ચૂકી છે ઝટકો

આ કાનૂની જંગનો ઇતિહાસ ઘણો જૂનો છે. આ જ વર્ષે, અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો કે 'ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ' (IEEPA) રાષ્ટ્રપતિને આખી દુનિયા પર વ્યાપક ટેરિફ લાદવાનો કોઈ વિશેષાધિકાર આપતો નથી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ, ટ્રમ્પ પ્રશાસને 1974 ના ટ્રેડ એક્ટની કલમ 122 નો ઉપયોગ કરીને કામચલાઉ વૈશ્વિક ટેરિફ લાદ્યા હતા. પરંતુ બાદમાં યુએસ કોર્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડે તેને પણ ગેરકાયદેસર જાહેર કરી દીધા હતા. હવે કલમ 301 ના ઉપયોગનો આ નવો વિવાદ પણ કોર્ટની ચોખટ સુધી પહોંચી ગયો છે.

Frequently Asked Questions

ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિ સામે કયા પક્ષોએ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે?

અમેરિકાના 25 રાજ્યોએ ટ્રમ્પ વહીવટીતંત્ર સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. તેઓ ભારત સહિત 60 વેપારી દેશોમાંથી આયાત પર લાદવામાં આવેલા નવા ટેરિફનો વિરોધ કરી રહ્યા છે.

ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા આ નવા ટેરિફ કઈ કલમ હેઠળ લગાવવામાં આવ્યા છે?

આ નવા ટેરિફ 1974 ના વેપાર અધિનિયમની 'કલમ 301' હેઠળ લગાવવામાં આવ્યા છે. રાજ્યો આ કલમના વ્યાપક ઉપયોગને ગેરકાયદેસર ગણાવીને પડકારી રહ્યા છે.

ટ્રમ્પ પ્રશાસન પર રાજ્યો મુખ્ય કયો આરોપ લગાવી રહ્યા છે?

રાજ્યોનો આરોપ છે કે ટ્રમ્પ પ્રશાસન અદાલતોના અગાઉના ચુકાદાઓને અવગણી રહ્યું છે. તેઓ રદ કરાયેલા ટેરિફને અલગ કાનૂની આધાર હેઠળ ફરીથી થોપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નવા ટેરિફની ભારત પર શું અસર થઈ છે?

આ નવા ટેરિફ ભારત સહિત 60 વેપારી ભાગીદાર દેશો પર લાગુ પડે છે. જોકે, ભારતે કડક પગલાં લેતા તેના ટેરિફ દરમાં 12.5% થી ઘટાડીને 10% કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Advertisement

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
Embed widget