શોધખોળ કરો
ન્યૂઝીલેન્ડઃ જેસિંડા ફરી બનશે પ્રધાનમંત્રી, ચૂંટણીમાં પાર્ટીની થઈ ઐતિહાસિક જીત
લેબર પાર્ટી માટે આ દાયકાઓ બાદ મળેલી અત્યાર સુધીની સૌથી મોટી જીત છે.

વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડના વર્તમાન પ્રધાનમંત્રી જેસિંડ અર્ડર્ન ફરી સત્તામાં આવી રહ્યા છે. કોરોના વાયરસ મહમારીનો સમામનો કરી રહેલા દેશમાં તેમણે લીધેલા કડક પગલા બાદ લોકપ્રિયતામાં વધારો થયો હતો. અર્ડર્નની લિબરલ લેબર પાર્ટીને મુખ્ય હરિફ કંઝરવેટિવ નેશનલ પાર્ટીથી આશરે બમણા મત મળ્યા છે. 40 વર્ષીય અર્ડર્નની પાર્ટીએ 2017માં અન્ય બે પક્ષો સાથે ગઠબંધન કરી સરકાર બનાવી હતી. જે બાદ તેમને પ્રધાનમંત્રી બનાવાયા હતા. આજે થયેલી મતગણતરીમાં તેમણે પ્રારંભિક વલણમાં જ મોટી લીડ મેળવી હતી. અર્ડર્નેની લિબરલ પાર્ટીએ હરિફ પાર્ટીથી આશરે બમણા મત હાંસલ કર્યા હતા. જેસિંડા ફરીથી પ્રધાનમંત્રી બનવા જઈ રહી છે. લેબર પાર્ટી માટે આ દાયકાઓ બાદ મળેલી અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. IPLની કોમેન્ટ્રી ટીમથી અલગ થયો આ પૂર્વ ક્રિકેટર, સામે આવ્યું આ કારણ
વધુ વાંચો





















