North Macedonia Video: નાઇટ ક્લબમાં આગનું તાંડવ, જીવતા સળગ્યા 51 લોકો, 100થી વધુ ઘાયલ
North Macedonia Video: મેસેડોનિયાના ગૃહમંત્રી પંચે તોશકોવસ્કીએ જણાવ્યું હતું કે રવિવારે સવારે નાઈટક્લબ પલ્સમાં એક પૉપ ગ્રુપના કૉન્સર્ટ દરમિયાન આગ લાગી હતી

North Macedonia Video: રવિવારે સવારે ઉત્તર મેસેડોનિયાના દક્ષિણ શહેર કોકાનીમાં એક નાઈટક્લબમાં આગ લાગવાની ઘટનાથી અફરાતફરી મચી ગઇ હતી. આ દૂર્ઘટનામાં 51 લોકોના મોત થયા હતા. જ્યારે 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ક્લબમાં મ્યૂઝિક કૉન્સર્ટ દરમિયાન ફટાકડા ફોડવાને કારણે આ અકસ્માત થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
મેસેડોનિયાના ગૃહમંત્રી પંચે તોશકોવસ્કીએ જણાવ્યું હતું કે રવિવારે સવારે નાઈટક્લબ પલ્સમાં એક પૉપ ગ્રુપના કૉન્સર્ટ દરમિયાન આગ લાગી હતી. ક્લબની મુલાકાતે આવેલા યુવાનો ફટાકડા ફોડી રહ્યા છે. જેના કારણે ક્લબની છતમાં આગ લાગી ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ક્લબની અંદર અરાજકતાનું વાતાવરણ દેખાય છે.
મંત્રી તોશકોવ્સ્કીએ કહ્યું કે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંગીત કાર્યક્રમમાં એક હજારથી વધુ લોકો હાજર હતા. ઘાયલોને કોકાનીની સ્થાનિક હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.
More than 100 injured and at least 53 dead in nightclub fire in North Macedonia.
— Sonia Beloch (@sonia_0707_) March 16, 2025
pic.twitter.com/fA6ylh0SiC
ક્લબમાં લાગેલી ભયંકર આગની લપેટોના ગોટેગોટા ઉઠ્યા -
આગ લાગ્યા બાદ ક્લબમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ક્લબમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સંગીત જૂથની જોડી સ્ટેજ પર પરફોર્મ કરી રહી હતી. આ દરમિયાન કેટલાક યુવાનો નાચતા-નાચતા ફટાકડા ફોડે છે. આ કારણે છતમાં આગ લાગી ગઈ. વીડિયોમાં સ્ટેજ પરથી આગના તણખા પણ નીકળતા જોવા મળ્યા હતા. સુરક્ષા દળો અને અગ્નિશામક દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવાના પગલાં લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આગ એટલી ભયંકર હતી કે ફાયર ફાઇટરોએ ઘણા કલાકો સુધી સખત મહેનત કરી. મેસેડોનિયન અધિકારીઓ આગના કારણની તપાસ કરી રહ્યા છે.
NORTH MACEDONIA FIRE UPDATE: At least 50 people have been killed in a fire at the Pulse nightclub in Kocani, North Macedonia, according to the country's interior ministry. The fire erupted around 3:00 AM Sunday during a performance by hip-hop duo ADN, with eyewitness video… pic.twitter.com/kg5ln6JW4o
— The Risk Intelligence Group (@riskintelgroup) March 16, 2025
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
