ભારતનો દુશ્મન, હાફિઝ સઇદનો ખાસ... પાકિસ્તાનમાં ઠાર મરાયો લશ્કરનો આતંકી અબુ કતાલ
Abu Qatal Killed in Pakistan: અહેવાલો અનુસાર, જ્યારે શનિવારે સાંજે પાકિસ્તાનના ઝેલમમાં અબુ કતલ પર હુમલો થયો ત્યારે આતંકવાદી હાફિઝ સઈદ પણ તેની સાથે હાજર હતો

Abu Qatal Killed in Pakistan: ભારતનો મૉસ્ટ વૉન્ટેડ લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી અબુ કતલ પાકિસ્તાનમાં ઠાર મરાયો. શનિવારે સાંજે થયેલા હુમલામાં તેમનું મૃત્યુ થયું. તેણે ભારતમાં ઘણા આતંકવાદી હુમલાઓ કર્યા હતા. NIA એ તેમની સામે ચાર્જશીટ પણ દાખલ કરી હતી.
અહેવાલો અનુસાર, જ્યારે શનિવારે સાંજે પાકિસ્તાનના ઝેલમમાં અબુ કતલ પર હુમલો થયો ત્યારે આતંકવાદી હાફિઝ સઈદ પણ તેની સાથે હાજર હતો. આ ઘટના બાદથી હાફિઝ સઈદ ગુમ છે.
હાફિઝ સઇદનો નજીકનો અને ખાસ હતો અબુ કતાલ
આતંકવાદી અબુ કતલ હાફિઝ સઈદનો ખૂબ નજીકનો માનવામાં આવતો હતો. હાફિઝ મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. 26/11 ના મુંબઈ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા. મુંબઈમાં લગભગ 10 લશ્કર આતંકવાદીઓએ અલગ અલગ સ્થળોએ હુમલો કર્યો હતો.
રિયાસી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો અબુ કતાલ
અબુ કાતલની વાત કરીએ તો, 9 જૂને, તેણે જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં શિવ-ખોડી મંદિરથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત, અબુ કતલને કાશ્મીરમાં ઘણા મોટા હુમલાઓનો માસ્ટરમાઇન્ડ પણ માનવામાં આવે છે. NIA એ 2023 ના રાજૌરી હુમલા માટે અબુ કતલને જવાબદાર ઠેરવ્યો હતો.
રાજૌરી હુમલામાં 7 લોકોએ ગુમાવ્યા હતા જીવ
૧ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ રાજૌરી જિલ્લાના ધાંગરી ગામમાં આતંકવાદી હુમલો થયો હતો. બીજા દિવસે IED બ્લાસ્ટ થયો. આ હુમલાઓમાં બે બાળકો સહિત સાત લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કેસમાં NIAએ જે પાંચ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી તેમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓનો પણ સમાવેશ થતો હતો.
NIA એ કયા આતંકીઓ વિરૂદ્ધ નોંધી ચાર્જશીટ ?
NIA એ તેની ચાર્જશીટમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓને આ હુમલાના માસ્ટરમાઇન્ડ તરીકે નામ આપ્યા છે. તેમની ઓળખ સૈફુલ્લાહ ઉર્ફે સાજિદ જટ્ટ, મોહમ્મદ કાસિમ અને અબુ કતલ ઉર્ફે કતલ સિંઘી તરીકે થઈ હતી. અબુ કતલ અને સાજિદ જટ્ટ પાકિસ્તાની નાગરિક હતા, જ્યારે કાસિમ 2002 ની આસપાસ પાકિસ્તાન ગયો હતો અને ત્યાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબામાં જોડાયો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
