શોધખોળ કરો

'હવે હું કદાચ ઓસ્ટ્રેલિયા...', વિરાટ કોહલીએ જલદી સન્યાસ લેવાના આપ્યા સંકેત

Virat Kohli Retirement Rumours: આરસીબીની ઇનોવેશન લેબ ઇન્ડિયન સ્પોર્ટ્સ સમિટમાં વિરાટ કોહલીએ નિવૃત્તિ પછીની પોતાની યોજનાઓ વિશે વાત કરી. વિરાટ કોહલીએ કહ્યું કે મને મુસાફરી કરવી ગમે છે

Virat Kohli Retirement Rumours: હવે કદાચ હું ક્યારેય ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ નહીં કરું. મારામાં આટલું ક્રિકેટ બાકી નથી. ગયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં જે બન્યું તેનાથી હું ખુશ છું. ખરેખર, ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આ વાત કહી હતી... વિરાટ કોહલી શનિવારે આરસીબીની ઈનોવેશન લેબ ઈન્ડિયન સ્પોર્ટ્સ સમિટમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે હવે કદાચ હું ક્યારેય ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ નહીં રહીશ. આ નિવેદન બાદ વિરાટ કોહલીના નિવૃત્તિ અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે વિરાટ કોહલી ટૂંક સમયમાં ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

'મને ફરવાનું પસંદ છે, પરંતુ સાચુ કહું...' 
આરસીબીની ઇનોવેશન લેબ ઇન્ડિયન સ્પોર્ટ્સ સમિટમાં વિરાટ કોહલીએ નિવૃત્તિ પછીની પોતાની યોજનાઓ વિશે વાત કરી. વિરાટ કોહલીએ કહ્યું કે મને મુસાફરી કરવી ગમે છે, પણ સાચું કહું તો મને ખબર નથી કે ક્રિકેટને અલવિદા કહ્યા પછી હું શું કરીશ? તાજેતરમાં મારા સાથી ખેલાડીએ મને આ જ પ્રશ્ન પૂછ્યો અને મેં તેનો જવાબ અહીં આપ્યો. વિરાટ કોહલી કહે છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં મળેલી સિદ્ધિઓથી તે ખુશ છે. જોકે, આ વખતે ટીમ ઈન્ડિયાને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 3-1થી હરાવી.

વનડે ફૉર્મેટમાં ક્યાં સુધી રમશે વિરાટ કોહલી ? 
૨૦૨૪માં T20 વર્લ્ડકપ જીત્યા બાદ વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય T20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તાજેતરમાં, ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીત્યો હતો. આ પછી વિરાટ કોહલીના નિવૃત્તિના સમાચાર સતત હેડલાઇન્સમાં રહ્યા, પરંતુ આ બેટ્સમેને ODI ફોર્મેટ રમવાનું ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. એવું માનવામાં આવે છે કે વિરાટ કોહલી 2027 સુધી ODI વર્લ્ડકપ રમી શકે છે. જોકે, અત્યાર સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ અટકળો ચાલુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
Advertisement

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Embed widget