Attack On Donald Trump: ટ્રમ્પને ગોળી મારનારનો વીડિઓ આવ્યો સામે, જાણો હુમલા માટે શું હતું કારણ?
આરોપીએ ડોનાલ્ડ ટ્રમ્પ પર ચારથી પાંચ ગોળીઓ ચલાવી. સદ્ભાગ્યે પૂર્વ રાષ્ટ્રપતિનો આ હુમલામાં જીવ બચી ગયો. તપાસમાં જાણવા મળ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલા પહેલાં આરોપી એક છતથી બીજી છત પર ફરી રહ્યો હતો.
Donald Trump attack accused video: ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરનાર થોમસ મેથ્યુ ક્રૂક્સનો નવો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે પોતાનું નામ જણાવી રહ્યો છે. ત્યારબાદ તે કહે છે કે તેને ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકનથી નફરત છે. મેથ્યુના સોશિયલ મીડિયાને તપાસવામાં આવી રહ્યું છે. જોકે વાયરલ વીડિયોની એબીપી અસ્મિતા પુષ્ટિ કરતું નથી. જોકે મેથ્યુનો આ વીડિયો જૂનો છે.
આરોપી ક્રૂક્સ પેન્સિલ્વેનિયા રાજ્યના બેથેલ પાર્કનો રહેવાસી હતો. આ જગ્યા ટ્રમ્પની રેલીથી લગભગ 35 માઇલ દૂર છે. સીએનએનના અહેવાલ મુજબ 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સે 2022માં સ્નાતક પાસ કર્યું હતું. સીક્રેટ સર્વિસના સ્નાઇપરે જવાબી કાર્યવાહીમાં મેથ્યુને ઠાર માર્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પર ગોળી ચલાવનાર થોમસ મેથ્યુ ક્રૂક્સ (Thomas Matthew Crooks)એ હુમલા પહેલાં પોતે વીડિયો જારી કર્યો હતો અને હુમલાનું કારણ જણાવ્યું હતું. થોમસે દાવો કર્યો હતો કે તે રિપબ્લિકન પાર્ટીથી નફરત કરે છે. તે ડોનાલ્ડ ટ્રમ્પથી નફરત કરે છે. અને શું, તમે લોકોને ખોટો માણસ મળી ગયો છે. આ પછી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે થોમસે નફરતના કારણે જ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કર્યો હતો.
1. This video is a guy trolling, not Crooks
— Mike Crispi (@MikeCrispiNJ) July 14, 2024
2. Thomas Crooks is a real person
3. Shooter could also be Maxwell Yearick- honestly the image of the dead shooters face looks most like himpic.twitter.com/YXxg3hGfl3