શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બૉમ્બ ધડાકાથી ફરી ધણધણી ઉઠ્યુ શ્રીલંકા, કોલંબો નજીક થયો બ્લાસ્ટ
ગયા અઠવાડિયે જ ઇસ્ટરના પ્રસંગે શ્રીલંકામાં કેટલીક જગ્યાઓ પર 8 ધમાકા થયા હતા. ત્યારથી ત્યાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પણ હવે ફરી એકવાર બ્લાસ્ટ થયાના સમાચાર ચોંકાવી દેનારા છે
કોલંબોઃ શ્રીલંકામાં અત્યાર સુધી સૌથી મોટા આતંકી હુમલાને એક અઠવાડિયું પણ નથી થયુ ત્યાં તો વધુ એક બૉમ્બ બ્લાસ્ટ થવાના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે સવારે શ્રીલંકાની રાજધાની કોલંબોથી 40 કિલોમીટર દુર બૉમ્બ ધડાકાનો અવાજ સંભળાયો, બ્લાસ્ટ કેવા પ્રકારનો છે, તે વાતનું પોલીસે હજુ સુધી સત્તાવાર નિવેદન નથી આપ્યુ.
નોંધનીય છે કે, ગયા અઠવાડિયે જ ઇસ્ટરના પ્રસંગે શ્રીલંકામાં કેટલીક જગ્યાઓ પર 8 ધમાકા થયા હતા. ત્યારથી ત્યાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પણ હવે ફરી એકવાર બ્લાસ્ટ થયાના સમાચાર ચોંકાવી દેનારા છે.
ઉલ્લેખનીય છે કે, આતંકી હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ (IS)એ લીધી હતી, જેમાં મૃતકોની સંખ્યા 359 સુધી પહોંચી ગઇ છે, જ્યારે ઘાયલો હજુ પણ સેંકડોમાં છે.Reuters: Blast heard in Pugoda town, 40 km east of Sri Lankan capital Colombo
— ANI (@ANI) April 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion