શોધખોળ કરો
Advertisement
55 મહિના, 92 દેશઃ વિદેશ પ્રવાસ પર PM મોદીએ ખર્ચ કર્યા 2,021 કરોડ રૂપિયા
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યાના ચાર વર્ષ અને સાત મહિના થઇ ચૂક્યા છે. આ દરમિયાન તેમણે અનેક સિદ્ધિઓ મેળવી છે. આગામી કેટલાક મહિનામાં યોજાનારી લોકસભા ચૂંટણી અગાઉ જો તેઓ બે દેશનો પ્રવાસ કરે છે તો વડાપ્રધાન તરીકે સૌથી વધુ અન્ય દેશોની પ્રવાસ કરનારા બીજા ભારતીય વડાપ્રધાન બની જશે.ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકે સૌથી વધુ 113 દેશોનો પ્રવાસ કર્યો હતો. જ્યાં સુધી વડાપ્રધાન મોદીનો સવાલ છે કે તેમણે કુલ 92 દેશોનો પ્રવાસ (એક જ દેશની ફરીથી મુલાકાત પણ સામેલ છે)
કર્યો છે અને તે ફક્ત એક પ્રવાસથી મનમોહન સિંહથી પાછળ છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પોતાના વડાપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન 93 દેશોનો પ્રવાસ (એક જ દેશની ફરીથી મુલાકાત પણ સામેલ છે) કર્યો હતો.જોકે, વડાપ્રધાન મોદી અને મનમોહન સિંહ વચ્ચે વિદેશ પ્રવાસમાં મોટું અંતર એ છે કે મનમોહન સિંહે પોતાના 10 વર્ષના 2 કાર્યકાળ દરમિયાન 93 દેશોનો પ્રવાસ કર્યો હતો જ્યારે મોદીએ પોતાના સાડા ચાર વર્ષના કાર્યકાળમાં કુલ 92 દેશોનો પ્રવાસ કર્યો છે. જ્યારે ઇન્દિરા ગાંધીએ પોતાના 15 વર્ષના કાર્યકાળ દરમિયાન 113 દેશોનો પ્રવાસ કર્યો હતો.
વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસનો ખર્ચ પર વાત કરવામાં આવે તો મે 2014થી વડાપ્રધાન બન્યા બાદથી તેમના અત્યાર સુધીના વિદેશ પ્રવાસ પર લગભગ 2 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થયો છે. સરકાર તરફથી સંસદમાં આપેલી જાણકારી અનુસાર, વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન ચાર્ટર્ડ પ્લેન, વિમાનોનો ખર્ચ અને હોટલાઇન સુવિધાઓ પર કુલ 2,021 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીની પ્રથમ વિદેશ પ્રવાસ જૂન 2014માં કર્યો હતો. મનમોહનસિંહે પોતાના બીજા કાર્યકાળ દરમિયાન 50 વિદેશ પ્રવાસ પર 1350 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. રાજ્યસભામાં એક સવાલના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહે આ જાણકારી આપી હતી.
મોદીના એક પ્રવાસનો સરેરાશ ખર્ચ 22 કરોડ રૂપિયા થયો હતો. જોકે, બીજા કાર્યકાળ દરમિયાન મનમોહન સિંહની 50 દેશોના પ્રવાસ પર 1350 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો એટલે કે તમામ દેશના પ્રવાસનો સરેરાશ ખર્ચ 27 કરોડ રૂપિયા થયો હતો. મોદીના વિદેશ પ્રવાસ પર સૌથી વધુ ખર્ચ 9 એપ્રિલથી 17 એપ્રિલ 2015 સુધીમાં 9 દિવસની ફ્રાન્સ, જર્મની અને કેનેડાના પ્રવાસ પર આવ્યો હતો. આ પ્રવાસ પર ચાર્ટર્ડ ફ્લાઇટ પર 31.25 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion