શોધખોળ કરો
Advertisement
બ્રિટિશ વૈજ્ઞાનિકોએ કર્યો દાવો- સપ્ટેમ્બર સુધી આવશે કોરોનાની વેક્સીન
સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં સામેલ બ્રિટનમાં પણ વૈજ્ઞાનિકો કોરોનાની સારવાર શોધી રહ્યા છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસની બીમારી દુનિયામાં મહામારી બની ચૂકી છે. આ બીમારીથી દુનિયામાં 22 લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ગયા છે. જ્યારે દોઢ લાખથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. અનેક દેશોમાં આ બીમારીની સારવાર શોધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં સામેલ બ્રિટનમાં પણ વૈજ્ઞાનિકો કોરોનાની સારવાર શોધી રહ્યા છે.
હવે બ્રિટનના ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વૈક્સીનોલોજી ડિપાર્ટમેન્ટની પ્રોફેસર સારા ગિલ્બર્ટે કોરોના વાયરસની વૈક્સીન બનાવવાનો દાવો કર્યો છે. શુક્રવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ કે,અમે મહામારીનું રૂપ ધારણ કરેલી એક બીમારી પર કામ કરી રહ્યા હતા જેને એક્સ નામ આપવામાં આવ્યું હતું. આ માટે અમારે યોજના બનાવી કામ કરવાની જરૂર હતી.
તેમણે કહ્યું કે, ChAdOx1 ટેકનિક સાથે આ માટે 12 ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. અમે એક ડોઝથી ઇમ્યૂનને યોગ્ય પરિણામ મળ્યા છે જ્યારે આરએનએ અને ડીએનએ ટેકનિકથી બે અથવા બેથી વધારે ડોઝની જરૂર હોય છે. પ્રોફેસર ગિલબર્ટે તેનું ક્લીનિકલ ટ્રાયલ શરૂ કરવાની જાણકારી આપી હતી અને સફળતાનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, એક મિલિયન ડોઝ આ વર્ષે સપ્ટેમ્બર સુધી ઉપબલ્ધ થઇ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion