શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાન ચૂંટણીમાં ઈમરાન ખાનનો વોટ થઈ શકે છે રદ, જાણો શું છે કારણ
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આજે ચૂંટણી થઈ રહી છે. જે માટે સવારથી વોટિંગ ચાલી રહ્યું છે. અહીંયા મુખ્ય મુકાબલો નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) અને ક્રિકેટરમાંથી નેતા બનેલા ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ વચ્ચે છે. ઇમરાનના વિરોધીઓના કહેવા મુજબ તેની પાર્ટીને સેના અને ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)નું સમર્થન છે.
પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફના નેતા ઈમરાન ખાને ઈસ્લામાબાદમાં વોટિંગ કરવા દરમિયાન વીડિયો રેકોર્ડિંગ કર્યું હોવાનો આરોપ છે. જેને પાકિસ્તાન ચૂંટણી પંચે ગંભીરતાથી લીધું છે. આ કારણે તેનો વોટ રદ પણ થઈ શકે છે. વોટ આપવા આવેલા ઇમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાનની સેનાને નબળી બનાવવામાં નવાઝ શરીફે ભારતની મદદ કરી છે. તેથી ભારતને ચિંતા છે કે જો ઈમરાન ખાન પીએમ બની જશે તો તે માત્ર પાકિસ્તાન અંગે જ વિચારશે.
આતંકી હાફિઝ સઈદે સહિત પાકિસ્તાન મુસ્લિમ લીનના ચીફ અને નવાઝ શરીફના ભાઈ શહબાજ શરીફે વોટિંગ કર્યું હતું. બેનઝીર ભુટ્ટોની પુત્રીઓ બખ્તાવર અને અસિફાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ અને નવાજ શરીફની પાર્ટી પીએમએલના કાર્યકર્તાઓ વચ્ચે પંજાબના રાજનપુરમાં બબાલ થઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement