શોધખોળ કરો

Pakistan Election Results 2024: પાકિસ્તાનમાં ફરી થશે મતદાન, આ કારણે ઇલેકશન કમિશનને ફરી વોટિંગનો લીધો નિર્ણય

Pakistan Election Results 2024: પાકિસ્તાનમાં એવા સ્થળો જ્યાં કેટલાક કારણોસર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ શકી નથી. પાકિસ્તાન ચૂંટણી પંચ ત્યાં ફરીથી મતદાન કરશે.

Pakistan Election Results 2024: પાકિસ્તાનમાં વોટિંગ દરમિયાન ઘણી જગ્યાએ હિંસક અથડામણ જોવા મળી હતી. કેટલાક લોકોએ મતદાનની સામગ્રી છીનવીને તેનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો ઉમેદવારો અને મતદારો દ્વારા કરવામાં આવ્યા હતા. લોકોની આ સમસ્યાઓને ધ્યાનમાં લઈને પાકિસ્તાનના ચૂંટણી પંચે આ મતદાન મથકો પર ફરીથી મતદાન કરાવવાનો નિર્દેશ આપ્યો છે.

અત્રે નોંધનીય બાબત એ છે કે 8મી ફેબ્રુઆરીએ યોજાનાર મતદાન માટે દેશમાં હજુ મતગણતરી ચાલી રહી છે તેવા સમયે પુન: મતદાનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિયો ન્યૂઝના સમાચાર મુજબ, સર્વોચ્ચ ચૂંટણી સંસ્થાએ 15 ફેબ્રુઆરીએ ઘણા મતદાન મથકો પર ફરીથી મતદાનની જાહેરાત કરી છે. જે મતદાન મથકો પર પુન: મતદાન કરવામાં આવશે તેના નામ નીચે મુજબ છે-

NA-88 ખુશાબ-II (પંજાબ)

વોટિંગ દરમિયાન અહીં ઉપદ્રવી તત્વોએ  મતદાન સામગ્રી સળગાવવાનો પ્રયાસ કર્યાના  સમાચાર સામે આવ્યા હતા. હવે મામલો શાંત પડતાં 26 મતદાન મથકો પર પુનઃ મતદાન હાથ ધરવામાં આવશે.

પીએસ-18 ઘોટકી-1 (સિંધ)

8 ફેબ્રુઆરીએ અહીં વોટિંગ દરમિયાન કેટલાક લોકોએ વોટિંગ સામગ્રી છીનવી લીધી હોવાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ ચૂંટણી પંચે 2 મતદાન મથકો પર ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે.

PK-90 કોહાટ-1 (ખૈબર પખ્તુનખ્વા)

ચૂંટણી દરમિયાન કેટલાક આતંકવાદીઓએ મતદાન સામગ્રીને નુકસાન પહોંચાડ્યા બાદ, ECPએ ઉપરોક્ત મતવિસ્તારના 25 મતદાન મથકો પર ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે. આ તમામ બાબતો વચ્ચે, સર્વોચ્ચ ચૂંટણી સંસ્થાએ પ્રાદેશિક ચૂંટણી કમિશનરને આદેશ આપ્યો છે કે તેઓ NA-242 કરાચી કેમારી-1 (સિંધ)માં 1 મતદાન મથક પર તોડફોડની ફરિયાદ મળ્યા બાદ 3 દિવસમાં તપાસ અહેવાલ સુપરત કરે.

ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલો 

અંતિમ પરિણામોમાં વિલંબથી પાકિસ્તાનમાં દરેક લોકો નારાજ છે. ઘણા પક્ષો ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી રહ્યા છે કારણ કે પરિણામો સમયસર નથી આવી રહ્યા. તેઓને શંકા છે કે પરિણામોમાં છેડછાડ કરવામાં આવી રહી છે.

કોણ જીતશે તે ચૂંટણી પહેલા જ નક્કી!

રિટાયર્ડ ડિફેન્સ એક્સપર્ટ કર્નલ શૈલેન્દ્રએ એક ખાનગી મીડિયામાં જણાવ્યું કે, પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા નક્કી થઈ જાય છે કે કોણ જીતશે. પાકિસ્તાનમાં ત્યાંની સેના સાથે કોઈ સ્પર્ધા કરી શકે તેમ નથી. મતપેટી પણ સેનાના નિયંત્રણમાં છે. આતંકવાદ પહેલેથી જ ચરમસીમાએ છે. આ આતંકવાદીઓ પણ સેનાની કઠપૂતળીઓ છે. સેના જે ઇચ્છશે તે અહીં થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget