શોધખોળ કરો
Advertisement
ખાવાના ફાફા થઈ જતા હાફિઝ સઈદની મદદે આવ્યું પાકિસ્તાન, હવે મળશે આ સુવિધા
સંયુક્ત રાષ્ટ્રમાં હાફિઝને વૈશ્વિક આતંકી જાહેર કરાયા બાદથી જ તેની પર આર્થિક પ્રતિબંધ લગાવી દેવાયા હતા.
નવી દિલ્હીઃ વૈશ્વિક આતંકી અને લશ્કર-એ-તૈયબાના ચીફ હાપિઝ સઈતને રાહત આપવા માટે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ કરી છે. પાકિસ્તાને હાફિઝ સઈને પોતાના બેંક ખાતાનો ઉપયોગ કરવાની મંજૂરી માગી હતી. તેના પર સંયુક્ત રાષ્ટ્રની સમિતિએ રોજીંદા ખર્ચા માટે હાફિઝ સઈદને પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
ઈમરાન સરકારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ને માંગણી કરી હતી કે 2008ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદને દર મહિને બેન્કમાંથી પૈસા લેવાની મંજૂરી આપવામાં આવે, જેથી તે પોતાની મૂળભૂત જરૂરિયાતોને પુરી કરી શકે. UNની કમિટિએ પાકિસ્તાનના કહ્યાં પ્રમાણે, સઈદને પોતાના અને પરિવારના ભરણ-પોષણ માટે પર્સનલ એકાઉન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી હતી.
સંયુક્ત રાષ્ટ્રમાં હાફિઝને વૈશ્વિક આતંકી જાહેર કરાયા બાદથી જ તેની પર આર્થિક પ્રતિબંધ લગાવી દેવાયા હતા. આ વર્ષે જૂલાઈમાં પાકિસ્તાન સરકારે હાફિઝની ધરપકડ કરીને તેના તમામ એકાઉન્ટ બંધ કરી દીધા હતા. જો કે ગત મહિને ઈમરાન સરકારે UNને અપીલ કરી હતી કે, તે સઈદને મહિને દોઢ લાખ પાકિસ્તાની રૂપિયા કાઢવાની મંજૂરી આપે. આ અંગે UN કમિટિએ પત્ર જાહેર કરીને પાકિસ્તાનની માંગ પર કોઈ પણ દેશને વાંધો ન હોવાની વાત કહી હતી, જેથી સઈદને નાણાં કાઢવાની મંજૂરી આપવામાં આવે છે. બીજી બાજુ ટેરર ફંડિગ અને મની લોન્ડરિંગ પર નજર રાખનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે ગત વર્ષે પાકિસ્તાનને આતંકવાદીઓ પર કાર્યવાહી ન કરવા અંગે ગ્રે લિસ્ટમાં નાંખી દીધું હતું. ત્યારબાદથી જ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સતત ગગડી રહી છે.Pak approaches UNSC to allow release of monthly expenses for terrorist Hafiz Saeed, committee allows request
Read @ANI Story | https://t.co/3hXh7rVFBJ pic.twitter.com/w16k5Sb3Bm — ANI Digital (@ani_digital) September 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement