શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આતંકવાદ મુદ્દે ચીને પાકિસ્તાનનો કર્યો બચાવ, ઈમરાન સરકારની કરી પ્રશંસા
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિઝિને કહ્યું કે, “આતંકવાદ તમામ દેશો માટે એક પડકાર છે. પાકિસ્તાને તેના વિરુદ્ધની લડાઈમાં બલિદાન આપ્યું છે અને પ્રશંસનિય પગલા ઉઠાવ્યા છે.”
બેઈજિંગ: આતંકવાદ મુદ્દે ચીન ફરી પાકિસ્તાના બચાવવામાં આવ્યું છે. આજે ચીને કહ્યું કે, આતંકવાદ તમામ દેશો માટે એક પડકારજનક છે અને પાકિસ્તાને તેના વિરુદ્ધની લડાઈમાં બલિદાન આપ્યું છે.
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિઝિને કહ્યું કે, “આતંકવાદ તમામ દેશો માટે એક પડકાર છે. પાકિસ્તાને તેના વિરુદ્ધની લડાઈમાં બલિદાન આપ્યું છે અને પ્રશંસનિય પગલા ઉઠાવ્યા છે.” આંતરરાષ્ટ્રીય સમુદાયે તેનું સન્માન કરવું જોઈએ. ચીન તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે.
જણાવી દઈએ કે ભારત અને અમેરિકાએ ગુરુવારે એક સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું કે, પાકિસ્તાને આતંકવાદી સંગઠનો વિરુદ્ધ તત્કાલિક, સતત અને અપરિવર્તનીય કાર્યવાહી કરવાની જરૂરત છે, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે, તેના નિયંત્રણવાળા કોઈ પણ ક્ષેત્રનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે નહીં થાય.
મભારત અમેરિકા આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્ય સમૂહની 17મી બેઠક અને ‘ઈન્ડિયા-યૂએસ-ડેઝિગ્નેશન ડાયલોગ’ત્રીજા સત્ર બાદ જારી એક સંયુક્ત નિવેદનમાં બન્ને દેશોએ આતંકવાદને પરોક્ષ ઉપયોગ અને સીમા-પાર આતંકવાદની નિંદા કરી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “26/11 મુંબઈ હુમલા અને પઠાણકોટ વાયુ સેના અડ્ડા પર થયેલા હુમલા જેવા આતંકવાદી હુમલાના દોષિતો વિરુદ્ધ તત્કાલ કાયદાકીય કાર્યવાહીની માંગ પણ કરી.”
એટલું જ નહીં આગામી મહિને એફએટીએફની બેઠક થવાની છે. તેમાં પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નાખવાનો નિર્ણય થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, એફએટીએફ દ્વારા જૂન, 2018માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખવામાં આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion