Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
આ એક જૂની ઈમારત હતી, જે જર્જરિત થઈ ગઈ હતી અને અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. છ માળની આ ઈમારતમાં 35 રૂમ હતા, જેમાં પાંચથી સાત પરિવારો જીવ જોખમમાં મુકીને રહેતા હતા.
Surat Building Collapse Updates: સુરતના સચિન પાલી ગામમાં શનિવારે (6 જુલાઇ) એક અકસ્માત થયો હતો. અહીં એક છ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ, જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા. ફાયર અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને આખી રાત બચાવ કામગીરી હાથ ધરી હતી. દરમિયાન, સુરતના ચીફ ફાયર ઓફિસર બસંત પારેકે જણાવ્યું હતું કે રાતભર ચાલેલા સર્ચ ઓપરેશનમાં 6 મૃતદેહો મળી આવ્યા છે. એક મહિલા ને જીવિત બહાર કઢાઈ છે. કાટમાળમાંથી કુલ સાત લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ એક જૂની ઈમારત હતી, જે જર્જરિત થઈ ગઈ હતી અને અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. છ માળની આ ઈમારતમાં 35 રૂમ હતા, જેમાં પાંચથી સાત પરિવારો જીવ જોખમમાં મુકીને રહેતા હતા. મળતી માહિતી મુજબ, આ આખી ઈમારતની માલિક એક વિદેશી મહિલા છે અને કોઈ અહીં રૂમ ભાડે રાખતી હતી.
વરસાદના કારણે મકાન ધરાશાયી થયું?
હાલમાં બિલ્ડિંગ ધરાશાયી થવાનું કારણ સ્પષ્ટ થયું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદને કારણે જર્જરિત ઈમારત પડી ગઈ હતી. સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, બિલ્ડીંગ ધરાશાયી થયાની માહિતી મળ્યા બાદ રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. એનડીઆરએફની ટીમ સખત મહેનત કરી રહી છે.
આ ઈમારત 2016-17માં બનાવવામાં આવી હતી
અનુપમ સિંહ ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે આ ઈમારત 2016-17માં બનાવવામાં આવી હતી. લોકો લગભગ પાંચ ફ્લેટમાં રહેતા હતા, જેમાંથી મોટાભાગના લોકો આ વિસ્તારમાં ફેક્ટરીઓમાં કામ કરતા હતા. જ્યારે રેસ્ક્યુ ઓપરેશન શરૂ થયું ત્યારે અમે ફસાયેલા લોકોની ચીસો સાંભળી. અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. તપાસ રિપોર્ટના આધારે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.
#WATCH | Gujarat: Surat DCP Rajesh Parmar says, "Rescue operation has been going on for 12 hours. One woman has been saved and 7 dead bodies have been recovered and sent for post-mortem... We are clearing the debris..." https://t.co/HVUp7jB6ro pic.twitter.com/609Qf7wYUt
— ANI (@ANI) July 7, 2024