શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના મંત્રી બોલીવુડની આ હોટ એક્ટ્રેસ સામે માંડ્યો મોર્ચો,યૂનિસેફને લખ્યો પત્ર
પાકિસ્તાનના માનવાધિકાર મંત્રીએ કહ્યું કે પ્રિયંકાએ ભારત સરકારની આ પોઝિશનનું સાર્વજનિક રીતે સમર્થન કર્યું છે. આ શાંતિ અને ગુડવિલ નીતિ વિરુદ્ધ છે. પ્રિયંકાને તત્કાલ યૂએન ગુડવિલ એમ્બેસેડરના પદ પરથી હટાવવામાં આવે.
નવી દિલ્હી: ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી એમ શિરીન મઝારી પ્રિયંકા ચોપડા વિરુદ્ધ યૂનિસેફને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે યૂએનની ગુડવિલ એમ્બેસેડર ફૉર પીસ પ્રિયંકા ચોપડા જમ્મુ કાશ્મીર પર ભારત સરકારના દાવાનું સમર્થન કરી રહી છે. આ શાંતિ અને ગુડવિલ નીતિ વિરુદ્ધ છે.
હાલમાં જ પ્રિયંકાએ એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેની વચ્ચે એક પાકિસ્તાની કાર્યકર્તા આયશા મલિકે પ્રિયંકાએ થોડાક મહિના પહેલા કરેલા ટ્વીટ પર ભડકી ઉઠી હતી. જેમાં પ્રિયંકાએ ભારતીય સેનાની પ્રશંસા કરી હતી. તેને લઈને શિરીને હવે પ્રિયંકા વિરુદ્ધ મોર્ચો માંડ્યો છે.
મઝારીએ પત્રમાં લખ્યું કે,“હું પ્રિયંકા ચોપડાના મુદ્દા પર તમારા ધ્યાન દોરવા માંગુ છું. જેને આપે શાંતિ માટે યૂએન ગુડવિલ એમ્બેસેડર બનાવ્યા છે.” તેમણે કાશ્મીરની સ્થિતિ તરફ ઇશારો કરતા કહ્યું કે, આ વડાપ્રધાન મોદી સરકારના તમામ આંતરરાષ્ટ્રીય સમ્મેલનોનું ઉલ્લંઘનનું પરિણામ છે.Pakistan Minister for Human Rights, Dr Shireen M. Mazari has written to UNICEF Chief stating that UN Goodwill Ambassador for Peace, Priyanka Chopra has "publicly endorsed Indian government's position (on Jammu & Kashmir)."
— ANI (@ANI) August 21, 2019
તેમણે વધુમાં લખ્યું કે, પ્રિયંકાએ ભારત સરકારની આ પોઝિશનનું સાર્વજનિક રીતે સમર્થન કર્યું છે. અને તેણે ભારતીય રક્ષામંત્રી તરફથી પાકિસ્તાનને આપવામાં આવેલી ન્યૂક્લિયર ધમકીનું પણ સમર્થન કર્યું હતું. આ શાંતિ અને ગુડવિલ નીતિ વિરુદ્ધ છે. પ્રિયંકાને તત્કાલ યૂએન ગુડવિલ એમ્બેસેડરના પદ પરથી હટાવવામાં આવે.Sent letter to UNICEF chief regarding UN Goodwill Ambassador for Peace Ms Chopra pic.twitter.com/PQ3vwYjTVz
— Shireen Mazari (@ShireenMazari1) August 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion