શોધખોળ કરો
Advertisement
ઇમરાન ખાને ફરી ફેરવી તોડ્યું, ભારત પર પરમામુ હુમલાને લઈને આપ્યું મોટું નિવેદન
તાજેતરમાં ઇમરાને કહ્યું હતું કે જો પરમાણુ શસ્ત્રોથી સજ્જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો તેના પરિણામો ફક્ત બે દેશો સુધી મર્યાદિત નહીં રહે.
નવી દિલ્હીઃ સતત પરમાણું યુદ્ધની ધમકી આપ્યા પછી પાકિસ્તાનના તેવર હવે ઢીલા પડતા જોવા મળી રહ્યા છે. સોમવારે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાન પહેલા પરમાણું હથિયારનો ઉપયોગ કરશે નહીં. આ પહેલા પાકિસ્તાનના પીએમે ઘણી વખત પરમાણું યુદ્ધનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીર માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. પાકિસ્તાનના પીએમની ધમકીને ભારત કે દુનિયામાંથી કોઈએ મહત્વ આપ્યું ન હતું.
કાશ્મીર મામલે વૈશ્વિક મંચો પર અલગ-થલગ પડેલા પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન વિશ્વ સમુદાય વિરૂદ્ધ બેચેની પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. તાજેતરમા જ તેણે ભારત સાથે પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી. કાશ્મીર મુદ્દા પર દુનિયાથી અલગ-થલગ પડેલા પાક પીએમ ઇમરાન ખાને કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સમદાય માટે જરૂરી છે કે, તે વેપાર અને વ્યાવસાયિક ફાયદાનું અંતર સમજે.
નોંધનીય છે કે તાજેતરમાં ઇમરાને કહ્યું હતું કે જો પરમાણુ શસ્ત્રોથી સજ્જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો તેના પરિણામો ફક્ત બે દેશો સુધી મર્યાદિત નહીં રહે. વિશ્વને તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.
ઇમરાન ખાને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ભારતને કહેવા માંગું છું કે યુદ્ધ કોઈપણ વિવાદનો હલ નથી. યુદ્ધમાં જીતેલો પણ હારેલો જ માનવામાં આવે છે. યુદ્ધ બીજી ઘણી સમસ્યાઓને જન્મ આપે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion