(Source: ECI/ABP News/ABP Majha)
Pakistan India Relation: પાક અર્થશાસ્ત્રીએ ભારતને ગણાવ્યું દુનિયાનું ચોથુ ધ્રુવ, પાકિસ્તાન માટે બનશે ખતરો
Pakistan India Relation: પાકિસ્તાની અર્થશાસ્ત્રી શાહિદ જાવેદે ભારત વિશે એક મોટી વાત કહી છે, જેનાથી પાકિસ્તાન સરકાર નારાજ થઈ શકે છે
Pakistan India Relation: પાકિસ્તાની અર્થશાસ્ત્રી શાહિદ જાવેદે ભારત વિશે એક મોટી વાત કહી છે, જેનાથી પાકિસ્તાન સરકાર નારાજ થઈ શકે છે. તેમણે કહ્યું છે કે ભારત વિકાસની દ્રષ્ટિએ ઝડપથી આગળ વધી રહ્યું છે. વર્લ્ડ બેંકના પૂર્વ ઉપાધ્યક્ષ શાહિદ કહે છે કે હવે દુનિયામાં 4 ધ્રુવો બની ગયા છે. તેમાંથી એક ભારત છે, બાકીના ત્રણ ધ્રુવો અમેરિકા, ચીન અને રશિયા છે. સાથે જ તેણે પાકિસ્તાન વિશે કેટલીક ચિંતાઓ પણ વ્યક્ત કરી છે.
એક્સપ્રેસ ટ્રિબ્યૂનમાં છપાયેલા એક લેખમાં તેમણે કહ્યું હતું કે જ્યારે હું વર્લ્ડ બેંકમાં હતો ત્યારે હું બહુધ્રુવીયતા નામનો શબ્દ ચર્ચામાં લાવ્યો હતો. ધ ઈકોનૉમિસ્ટ મેગેઝિને આનાથી વિરુદ્ધ લખ્યું હતું, પરંતુ આ પછી પણ લોકોએ મારા તરફ ધ્યાન આપ્યું. આજે મારા શબ્દનો ઘણો ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, ભારત હવે વિશ્વના ચાર ધ્રુવોમાંથી એક બની ગયું છે.
પાકિસ્તાન માટે છે ખરાબ સમાચાર -
રશિયા અને ભારતની મિત્રતા અંગે જાવેદે કહ્યું કે 2030 સુધીમાં ભારત અને રશિયા વચ્ચેનો વાર્ષિક વેપાર 100 અબજ ડોલર સુધી પહોંચી જશે. સાથે જ તેણે પાકિસ્તાન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ભારતીયોની વધતી સંખ્યા માટે મૉસ્કોમાં નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવામાં આવનારા છે, જે પાકિસ્તાન માટે ચિંતાજનક સમાચાર છે. એવું માનવામાં આવે છે કે ભારત બલૂચિસ્તાનમાં મુશ્કેલી ઊભી કરવા માટે પોતાના દૂતાવાસનો ઉપયોગ કરી શકે છે.
જો આવું કરશે તો પાકિસ્તાનને થશે લાભ -
પાકિસ્તાન સરકારને આર્થિક મોરચે અરીસો બતાવવા માટે નિષ્ણાતો સતત પોતાના અહેવાલો રજૂ કરી રહ્યા છે. આ પહેલા પણ પાકિસ્તાની સંશોધક સબુર અલી સઈદે જિયો ન્યૂઝમાં એક લેખ લખ્યો હતો. જેમાં સઈદે કહ્યું કે પાકિસ્તાને ભારત પ્રત્યેની પોતાની નીતિઓને ફરીથી પ્રાથમિકતા આપવી પડશે. સઈદે લેખમાં કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર થાય છે તો તે 37 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. વર્ષ 2017-18માં બંને દેશો વચ્ચે 2.4 અબજ ડોલરનો વેપાર થયો હતો. જ્યારે સંબંધો બગડ્યા ત્યારે પાકિસ્તાને બંને દેશો વચ્ચેનો વેપાર બંધ કરી દીધો હતો, પરંતુ તેનાથી ભારતની નીતિમાં કોઈ ફેરફાર થયો નથી, પાકિસ્તાનને ભારત સાથે વેપાર કરવાથી જ ફાયદો થશે.