Hafiz Saeed Sentenced:આતંકી હાફિઝ સઈદને 31 વર્ષની જેલ, પાકિસ્તાનની એન્ટી ટેરર કોર્ટે સંભળાવી સજા
આતંકી હાફિઝ સઈદ(Hafiz Saeed)ને પાકિસ્તાનની એન્ટી ટેરર કોર્ટે 31 વર્ષની સજા સંભળાવી છે. સાથે જ સઈદ પર કોર્ટે 3 લાખ 40 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો છે.
આતંકી હાફિઝ સઈદ(Hafiz Saeed)ને પાકિસ્તાનની એન્ટી ટેરર કોર્ટે 31 વર્ષની સજા સંભળાવી છે. સાથે જ સઈદ પર કોર્ટે 3 લાખ 40 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો છે. તેને ટેરર ફંડિંગના બે કેસમાં કોર્ટે સજા સંભળાવી છે. જમાત ઉદ દાવા (જેયૂડી)ના પ્રમુખ હાફિઝ સઈદને સંયુક્ત રાષ્ટ્રએ વૈશ્વિક આતંરી જાહેર કર્યો છે. જ્યારે અમેરિકાએ તેના પર 10 મિલિયન અમેરિકી ડૉલરનું ઈનામ રાખ્યું છે. હાફિઝ સઈદ મુંબઈમાં વર્ષ 2008માં થયેલા આતંકી હુમલામાં આરોપી છે, જેમાં 161 લોકોના મોત થયા હતા.
Pakistan anti-terrorism court sentences Lashkar-e-Taiba chief Hafiz Saeed to 31 years in jail: Pakistan media
(file pic) pic.twitter.com/ndrNG6dmzK— ANI (@ANI) April 8, 2022
હાફિઝ સઈદને કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (સીટીડી)એ જૂલાઈ 2019માં એ સમયે ધરપકડ કરી હતી, જ્યારેતે લાહોરથી ગુજરાંવાલા જઈ રહ્યો હતો.
કોર્ટના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે શુક્રવારે આતંકવાદ વિરોધી અદાલત (ATC)ના ન્યાયાધીશ એજાઝ અહેમદે પંજાબ પોલીસના આતંકવાદ વિરોધી વિભાગ દ્વારા નોંધાયેલી બે FIR 21/2019 અને 90/2019માં સઈદને સજા સંભળાવી હતી.
તેમણે કહ્યું કે સઈદને લાહોરની કોટ લખપત જેલમાંથી કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. સઈદ જુલાઈ 2019થી આ જેલમાં બંધ છે. હાફિઝ સઈદની જુલાઈ 2019માં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે લાહોરથી ગુજરાંવાલા જઈ રહ્યો હતો.