Pakistan: બરબાદીની નજીક પહોંચી પાકિસ્તાનની ઓઇલ કંપનીઓ, થોડાક જ દિવસોમાં થઇ ગયુ અબજોનું નુકશાન, જાણો
હવે દેશને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (આઇએમએફ) પાસેથી મળનારી મદદનો ઇન્તજાર છે, પરંતુ એવા લાગે છે કે, આ મદદ પાકિસ્તાનને જલદી મળવાની નથી.
Pakistan Oil Industry To Collapse: પાકિસ્તાનની ઓઇલ કંપનીઓએ ચેતાવણી આપી છે કે, ઓઇલ ઇન્ડસ્ટ્રી પુરેપુરી રીતે તબાહ થવાની કગાર પર પહોંચી ચૂકી છે. કંપનીઓનું કહેવુ છે કે, ડૉલર ના હોવાના કારણે અને રૂપિયાના સતત ઘટાડાના કારણે ઉદ્યોગ પર સંકટ પેદા કરી દીધુ છે. કંપનીઓનુ માનીએ તો બસ હવે થોકડ જ દિવસો બચ્યા છે, અને પાકિસ્તાનની ઓઇલ ઇન્ડસ્ટ્રી પુરેપુરી રીતે ધરાશાયી થઇ જશે.
વળી, હવે દેશને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (આઇએમએફ) પાસેથી મળનારી મદદનો ઇન્તજાર છે, પરંતુ એવા લાગે છે કે, આ મદદ પાકિસ્તાનને જલદી મળવાની નથી. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષની માંગને પુરી કરવા માટે સરકારે ડૉલર કેપને હટાવી દીધુ છે, જેના પરિણામસ્વરૂપ ઇન્ટરબેન્ક માર્કેટમાં રૂપિયો 276.58 રૂપિયાના ઐતિહાસિક નીચલા સ્તર પર પર આવીને પડી ગયો છે.
સ્થાનિક રૂપિયો નીચે પડવાથી મોટુ નુકશાન -
તેલ અને ગેસ નિયામક પ્રાધિકરણ (OGRA) અને ઉર્જા મંત્રાલયને લખેલા પત્રમાં તેલ કંપનીઓ સલાહકાર પરિષદ (OCAC) એ કહ્યું કે, સ્થાનિક રૂપિયાના અચાનક પડવાથી ઉદ્યોગને અરબો રૂપિયાનું નુકશાન થયુ છે. આની સાથે જ ઘટતા વિદેશી મુદ્રા ભંડારના કારણ સરકારે એલસી (Letters Of Credit) ને પણ પ્રતિબંધિત કરી દેવામાં આવી છે.
એનર્જી ઇમ્પોર્ટ કરે છે પાકિસ્તાન -
પાકિસ્તાન આ સમયે ચૂકવણી સંતુલન સંકટનો સામનો કરી રહ્યું છે, અને રૂપિયાની સતત નીચે પડતી કિંમતો આયાતિત વસ્તુઓની કિંમતોને વધારી રહી છે. ઉર્જામાં પાકિસ્તાનના આયાત બિલનો એક મોટો ભાગ સામેલ છે. પાકિસ્તાન સામાન્ય રીતે આયાતિત પ્રાકૃતિક ગેસ (Natural Gas) નો ઉપયોગ કરીને પોતાની વાર્ષિક વીજળીની માંગને એક તૃત્યાંશથી વધુ પુરી કરી છે. જેની કિંમતો યૂક્રેન પર રશિયાના આક્રમણ (Russia Ukraine War) બાદ સતત વધી રહી છે.
Pakistan Crisis: આ આતંકવાદી સંગઠન ટૂંક સમયમાં જ પાકિસ્તાન પર કબજો કરી લેશે, ઓડિયો જાહેર કરી જણાવ્યું કારણ
Tehreek-e-Taliban claims to capture Pakistan soon: આતંકવાદ પાકિસ્તાન માટે નવો શબ્દ નથી. બંને એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. જો કે, હવે ચિત્ર ઘણા અંશે બદલાઈ ગયું છે. અગાઉ જ્યાં પાકિસ્તાન આ આતંકવાદીઓને ભારત વિરુદ્ધ તૈયાર કરીને હુમલો કરવા માટે મેળવતું હતું. હવે એ જ આતંકવાદીઓ પાકિસ્તાન માટે ખતરો બની રહ્યા છે.
આવા જ એક આતંકવાદી સંગઠન વિશે વાત કરીશું, જે આજે પાકિસ્તાન માટે ભસ્માસુર બની ગયું છે. તેણે પાકિસ્તાનમાં અનેક હુમલા કરીને સેંકડો લોકોને માર્યા છે અને હવે તે પાકિસ્તાનને કબજે કરવાની તૈયારી કરી રહ્યો છે.
ટીટીપીએ ઓડિયો જાહેર કરીને આ દાવો કર્યો છે
અમે જે આતંકવાદી સંગઠનની વાત કરી રહ્યા છીએ તેનું નામ તહરીક-એ-તાલિબાન (TTP) છે. આ સંસ્થાએ તાજેતરમાં એક ઓડિયો બહાર પાડ્યો છે. આ ઓડિયો મેસેજમાં તહરીક-એ-તાલિબાનના અગ્રણી નેતા શેખ અબ્દુલ્લા અખુનઝાદા ટૂંક સમયમાં અફઘાનિસ્તાન સિવાય પાકિસ્તાન અને તુર્કીને કબજે કરવાની અને આ સ્થળો પર તાલિબાન શાસન સ્થાપિત કરવાની વાત કરી રહ્યા છે. વધુમાં, અબ્દુલ્લા અખુનઝાદા કહી રહ્યા છે કે પાકિસ્તાન એક મુસ્લિમ દેશ છે, પરંતુ અહીંનું બંધારણ બ્રિટિશ કાયદા અનુસાર છે. તેઓ તેને કબજે કરીને અહીં શરિયા કાયદો લાગુ કરવા માંગે છે.