Pakistan: ઈમરાન ખાનને કાયમ માટે 'પુરા' કરી નાખવા ઘડાયો માસ્ટર પ્લાન, હલચલ તેજ
તોશાખાના કેસમાં દોષિત જાહેર કર્યા બાદ ચૂંટણી પંચ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર ચુંટણી પંચના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આ મામલે પૂર્વ પીએમને નોટિસ પાઠવવામાં આવી છે
Pakistan Politics: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની સરકાર પડીભાંગી છે ત્યારથી તેમની મુશ્કેલીઓ જાણે ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. હવે ઈમરાન ખાનની રાજકીય કાયમ માટે ખતમ કરી નાખવાનો તખ્તો ઘડાયો હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાનનું ચૂંટણી પંચ હવે તેમને પીટીઆઈના ચીફ પદ પરથી હટાવવાની કવાયત શરૂ કરવા જઈ રહ્યું છે.
ઈમરાનને તોશાખાના કેસમાં દોષિત જાહેર કર્યા બાદ ચૂંટણી પંચ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર ચુંટણી પંચના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આ મામલે પૂર્વ પીએમને નોટિસ પાઠવવામાં આવી છે અને આ મામલાની સુનાવણી માટે 13 ડિસેમ્બરની તારીખ નિર્ધારીત કરવામાં આવી છે.
ઈમરાન ખાન પર શું છે આરોપ?
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પર આરોપ છે ક, તેઓ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તોશાખાનામાંથી તેમને મળેલી મોંઘી ઘડિયાળો અને અન્ય ભેટો ડિસ્કાઉન્ટ દરે ખરીદી હતી અને વધુ નફા સાથે બહાર વેચી હતી. પાકિસ્તાનના ચૂંટણી પંચે આ મામલે તેમના પર ખોટા નિવેદન અને કથિત ખોટી જાહેરાતનો આરોપ લગાવ્યો હતો. આ સાથે તેમને બંધારણની કલમ 63(i)(p)હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
ઈમરાન ખાનના નિશાના પર બાજવા
વર્તમાનમાં ઈમરાન ખાન પૂર્વ આર્મી ચીફ જનરલ (નિવૃત્ત) કમર જાવેદ બાજવાને લઈને આકરા પાણીએ છે અને તેમના પર આકરા પ્રહારો કરી રહ્યા છે. તેઓ સતત તેમની સરકાર પર ડબલ ગેમ રમવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, 2019માં તેમનો કાર્યકાળ વધારીને મોટી ભૂલ કરી હતી.
ચૂંટણી પંચે શું કહ્યું?
પાકિસ્તાનના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 1974માં સ્થપાયેલા તોશાખાનામાંથી 2.15 કરોડ રૂપિયાનો સામાન ખરીદવામાં આવ્યો હતો, જ્યારે તેની વાસ્તવિક કિંમત 10.8 કરોડ રૂપિયા હતી. નોંધપાત્ર વાત એ છે કે, પાકિસ્તાની કાયદા હેઠળ સરકારી અધિકારીઓ અને મંત્રીઓને વિદેશમાંથી મળેલી ભેટોને તેમની પાસે રાખવા પહેલાં મૂલ્યાંકન માટે તોશાખાના અથવા તિજોરીમાં જમા કરાવવાની હોય છે.
પાકિસ્તાનઃ પીએમ ઈમરાન ખાન સામે વિદેશી ષડયંત્ર અંગે પાક. આર્મીએ કર્યો મોટો દાવો, જાણો શું કહ્યું
પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે દેશના સૈન્ય નેતૃત્વએ કહ્યું છે કે, પીએમ ઈમરાન વિરુદ્ધ વિદેશી ષડયંત્રના કોઈ પુરાવા મળ્યા નથી. પ્રધાનમંત્રી ઈમરાન ખાનના દાવાથી વિપરીત, દેશના લશ્કરી નેતૃત્વએ 27 માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC)ની બેઠકમાં કહ્યું હતું કે તેમની પાસે એવા કોઈ પુરાવા નથી કે જેનાથી સાબિત થાય કે અમેરિકાએ ધમકી આપી હતી અથવા પાકિસ્તાન સરકારને હટાવવાના ષડયંત્રમાં સામેલ હતી. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ સરકારે દાવો કર્યો હતો કે, પાકિસ્તાનમાં સરકાર બદલવામાં યુએસ ષડયંત્ર હતું અને તેના પુરાવા પણ છે. બેઠક બાદ એનએસસીએ એક નિવેદન જાહેર કરીને બેઠકમાં ઉપયોગમાં લેવાતી ગૈર રાજનયિક ભાષા પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, તે પાકિસ્તાનની આંતરિક બાબતોમાં દખલગીરી સમાન છે. ત્યારપછી એનએસસીએ યુનાઇટેડ સ્ટેટ્સને સીમાંકન જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો.