શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
લ્યો બોલો...ઇમરાનને મળ્યો ‘મુસ્લિમ મેન ઓફ ધ યર’નો એવોર્ડ, જાણો કોણે આપ્યો?
પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન સતત દુનિયાભરમાં આ મામલાને ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે
![લ્યો બોલો...ઇમરાનને મળ્યો ‘મુસ્લિમ મેન ઓફ ધ યર’નો એવોર્ડ, જાણો કોણે આપ્યો? Pakistan PM Imran Khan named Man of the Year લ્યો બોલો...ઇમરાનને મળ્યો ‘મુસ્લિમ મેન ઓફ ધ યર’નો એવોર્ડ, જાણો કોણે આપ્યો?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/09193116/2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના મામલા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન સતત દુનિયાભરમાં આ મામલાને ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ભારતે દુનિયાને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ મુસ્લિમ દેશોની એકતાની વાત કરનારા ઇમરાનને હવે મોટો એવોર્ડ મળ્યો છે. જોર્ડનની એક સંસ્થાએ ઇમરાન ખાનને ‘મુસ્લિમ મેન ઓફ ધ યર’ એવોર્ડ આપ્યો છે.
જોર્ડનની સંસ્થા રોયલ ઇસ્લામિક સ્ટ્રેટેજિક સ્ટડિઝ સેન્ટરે ઇમરાન ખાનને આ એવોર્ડ આપ્યો છે જેમાં ક્રિકેટના ક્ષેત્રમાં તેમના યોગદાન, રાજનીતિમાં તેમના કરિયરને મહત્વનું ગણાવવામાં આવ્યું છે. આ સંસ્થાએ ઇમરાન ખાન સાથે અમેરિકન નેતા રાશિદા તૈલબને વુમન ઓફ ધ યરનો એવોર્ડ આપ્યો છે.
સંસ્થા તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહ્યું કે, પાકિસ્તાની વડાપ્રધાને અગાઉ ક્રિકેટ જગતમાં પોતાના અને દેશનું નામ રોશન કર્યું અને વર્લ્ડકપ પણ જીત્યો છે. ત્યારબાદ જ્યારે તે રાજનીતિમાં આવ્યા તો સીધા દેશના વડાપ્રધાન બની ગયા. એવામાં તેમનું જીવન મુસ્લિમ લોકો માટે પ્રેરણાદાયી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)