Live Updates: શહબાઝ શરીફ પાકિસ્તાના 23માં પ્રધાનમંત્રી બન્યા, લીધા શપથ
પાકિસ્તાનના પ્રધાનમંત્રી રહેલા ઈમરાન ખાન સંસદ તો પહોંચ્યા પણ તેની થોડી વાર પછી તેઓ સંસદમાંથી નિકળી ગયા હતા. ત્યાર બાદ તેમના સમર્થક સાંસદો પણ સંસદમાંથી બહાર આવી ગયા હતા.
LIVE
Background
પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર પડી ગયા બાદ આજે નવા પ્રધાનમંત્રી ચૂંટવાની પ્રક્રિયા નેશનલ એસેમ્બલીમાં શરુ થઈ હતી. પાકિસ્તાન સંસદમાં નવા પીએમ ચૂંટવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે તેની પહેલાં ઈમરાન ખાને એમના સાથી સાંસદોએ સંસદમાંતી વોકઆઉટ કરી દીધું હતું.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી રહેલા ઈમરાન ખાન સંસદ તો પહોંચ્યા પણ તેની થોડી વાર પછી તેઓ સંસદમાંથી નિકળી ગયા હતા. ત્યાર બાદ તેમના સમર્થક સાંસદો પણ સંસદમાંથી બહાર આવી ગયા હતા. બહાર આવીને તેમણે જણાવ્યું કે તેઓ ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કરી રહ્યા છે. તે બાદ હવે તમામ વિપક્ષી સાંસદો નવા પીએમને ચૂંટવા માટે સંસદમાં હાજર હતા. હાલ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના ઘણા સાંસદો પોતાના રાજીનામાં આપી ચુક્યા છે. બાકી રહેલા સાંસદો પણ પોતાનું રાજીનામું આપી રહ્યા છે. આ માહિતી ખુદ ઈમરાન ખાને આપી હતી.
પાકિસ્તાનના 23માં પ્રધાનમંત્રી બન્યા
પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન) ના નેતા શાહબાઝ શરીફ પાકિસ્તાનના 23માં પ્રધાનમંત્રી બન્યા છે. તેમને સંયુક્ત વિપક્ષ તરફથી પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. શાહબાઝ શરીફે દેશના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા છે.
પાકિસ્તાનની સંસદે શાહબાઝ શરીફને નવા વડાપ્રધાન તરીકે પસંદ કર્યા
પાકિસ્તાનની સંસદે શાહબાઝ શરીફને નવા વડાપ્રધાન તરીકે પસંદ કર્યા છે. તેમની તરફેણમાં 174 મત પડ્યા છે. સ્પીકર અયાઝ સાદીકે આની જાહેરાત કરી હતી. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના સાંસદોએ સંસદમાં મતદાનનો બહિષ્કાર કર્યો હતો. શાહબાઝ શરીફ ભારતીય સમય અનુસાર રાત્રે લગભગ 8.30 વાગ્યે વડાપ્રધાન તરીકે શપથ લેશે. શાહબાઝ પાકિસ્તાનના 23માં વડાપ્રધાન બન્યા છે.
તેઓ રાત્રે 9:30 કલાકે પીએમ તરીકે શપથ લેશે
શાહબાઝ શરીફ વડાપ્રધાન તરીકે ચૂંટાયા
પાકિસ્તાનની સંસદે PML(N)ના પ્રમુખ શાહબાઝ શરીફને વડાપ્રધાન તરીકે ચૂંટ્યા છે. આ દરમિયાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ ગૃહનો બહિષ્કાર કર્યો હતો. શાહબાઝ રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન તરીકે શપથ લેશે.