શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાન 2022માં અવકાશમાં પોતાનો પ્રથમ અવકાશયાત્રી મોકલશેઃ ફવાદ ચૌધરી
વાસ્તવમાં પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારમાં સાયન્સ અને ટેકનોલોજી મંત્રી ફવાદ ચૌધરીએ જાહેરાત કરી હતી કે 2022માં પાકિસ્તાન અવકાશમાં પોતાનો પ્રથમ માનવી મોકલશે.
લાહોરઃ પાકિસ્તાને ગુરુવારે જાહેરાત કરી હતી કે તે પોતાના નજીકના સાથી ચીનના ઉપગ્રહ લોન્ચ કરવાની સુવિધાનો ઉપયોગ કરીને 2022માં અવકાશમાં પોતાનો પ્રથમ અવકાશયાત્રી મોકલશે. પાકિસ્તાનને આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે ભારતે સોમવારે પોતાના બીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-2ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે.
વાસ્તવમાં પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારમાં સાયન્સ અને ટેકનોલોજી મંત્રી ફવાદ ચૌધરીએ જાહેરાત કરી હતી કે 2022માં પાકિસ્તાન અવકાશમાં પોતાનો પ્રથમ માનવી મોકલશે.તેમણે કહ્યું કે, અવકાશ મિશન માટે અવકાશયાત્રીની પસંદગીની પ્રક્રિયા ફેબ્રુઆરી 2020માં શરૂ કરવામાં આવશે. ચૌધરીએ ટ્વિટમાં કહ્યું કે, આ જાહેરાત કરતા મને ગર્વ થાય છે કે અવકાશમાં પ્રથમ પાકિસ્તાનીને મોકલવા માટેની પસંદગી પ્રક્રિયા ફેબ્રુઆરી 2020માં શરૂ કરવામાં આવશે. આ માટે 50 લોકોની યાદી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ તેમાંથી પસંદગી કરાશે. 2022માં અમે અમારો પ્રથમ વ્યક્તિને અવકાશમાં મોકલીશું. આ અમારા દેશનો સૌથી મોટો અવકાશ કાર્યક્રમ હશે. ચૌધરીએ કહ્યું કે, પાકિસ્તાની એરફોર્સ અંતરિક્ષ મિશન માટે અવકાશયાત્રીની પસંદગી પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા નિભાવશે. અંતિમ તબક્કામાં 10 પાયલટોને ટ્રેનિંગ આપવામાં આવશે અને તેમાંથી એકને અવકાશમાં મોકલાશે.Proud to announce that selection process for the first Pakistani to be sent to Space shall begin from Feb 2020,fifty people will be shortlisted — list will then come down to 25 and in 2022 we will send our first person to space,this will be the biggest space event of our history
— Ch Fawad Hussain (@fawadchaudhry) July 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement