શોધખોળ કરો
પાકિસ્તાનની જૂનિયર હૉકી ટીમને ભારતમાં વર્લ્ડ કપ રમવા આવવા માટે મળી મંજૂરી

કરાચીઃ પાકિસ્તાન સરકારે પાકિસ્તાન હૉકી ફેડરેશનને ભારતમાં યોજનાર વર્લ્ડ હૉકી જૂનિયર વર્લ્ડ કપમાં ભાગ લેવાની મંજૂરી આપી દીધી છે. લખનઉમાં આવતા મહિને FIH જૂનિયર વર્લ્ડ કપ યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર PHF કહ્યું હતું કે, આંતર પ્રાંતિય સંકલન મંત્રાલય દ્વારા માહિતી આપી હતી કે, પાક. સરકારે ફેડરેશનને જૂનિયર વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે મંજૂરી આપી દીધી છે. 8 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી હૉકી જૂનિયર વર્લ્ડ કપ ભારતે ખાતે યોજાશે.
વધુ વાંચો





















