શોધખોળ કરો
Advertisement
'અમારી પાસે 100 ગ્રામના પણ પરમાણું બૉમ્બ છે ભારત પર ફેંકી દઇશુ', ઇમરાનના મંત્રીએ કર્યો બફાટ
શેખ રશીદે વધુમાં કહ્યુ કે, અમારી પાસે 100થી માંડી 250 ગ્રામના પરમાણું બૉમ્બ છે, જેને અમે લક્ષિત જગ્યા પર ફેંકી શકીએ છીએ
ઇસ્લામાબાદઃ કાશ્મીર મુદ્દાને લઇને હજુ પણ પાકિસ્તાની સરકાર અજીબોગરીબ નિવેદનો આપી રહ્યું છે, પણ ખરેખરમાં વાત એમ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીર મુદ્દે મોટા મોટા દેશો ભારતની પડખે આવી ગયા છે. પાકિસ્તાન કાશ્મીરને લઇને ખુબ એગ્રેસિવ થઇ ગયુ છે. પીએમ ઇમરાન ખાનથી લઇને દેશના મંત્રીઓ પણ વિચિત્ર નિવેદનો આપીને મજાકનું પાત્ર બની રહ્યાં છે. હવે આ કડીમાં પાકિસ્તાનના રેલવે મંત્રી પણ આવી ગયા છે.
પાકિસ્તાની સરકારના રેલવે મંત્રી શેખ રશીદ અહેમદે એક જાહેર સભામાં ભારતને ડરાવવાની વાત કહી, તેમને લોકોની વચ્ચે આવીને પોતાની પરમાણુ ક્ષમતા બતાવતા કહ્યું કે, અમારી પાસે 100 ગ્રામથી લઇને 250 ગ્રામ જેવડા પરમાણું બૉમ્બ છે, જો ભારત સામે યુદ્ધ થશે તો અમે તેનો ઉપયોગ કરીશું.
શેખ રશીદે વધુમાં કહ્યુ કે, અમારી પાસે 100થી માંડી 250 ગ્રામના પરમાણું બૉમ્બ છે, જેને અમે લક્ષિત જગ્યા પર ફેંકી શકીએ છીએ.
તેમને કહ્યું કે ભારત યુદ્ધ કરશે તો અમે તેનો સામનો કરીશું અને પરમાણું બૉમ્બનો ઉપયોગ પણ થઇ શકે છે. ભારતને આ વાતની ખબર હોવી જોઇએ.
રશીદ ખાને છેલ્લે કહ્યું કે, પાકિસ્તાન પરમાણું યુદ્ધ નથી ઇચ્છતુ પણ જો તે થશે તો પાકિસ્તાન તેનો જવાબ આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement