શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના કરાચીમાં બ્લાસ્ટ, ત્રણ લોકોનાં મોત, 15થી વધુ લોકો ઘાયલ
આ બ્લાસ્ટ બાદ આસપાસની ઈમારતોને પણ નુકસાન થયું છે. અત્યાર સુધી ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 15 જેટલા લોકો ઘાયલ થઈ ગયા છે.
કરાચી: પાકિસ્તાનના કરાચીમાં બુઘવારે એક મોટો બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં અત્યાર સુધી ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 15 જેટલા લોકો ઘાયલ થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બ્લાસ્ટ ગુલશન-એ-ઈકબાલમાં બે માળની બિલ્ડિંગમાં થયો હતો. આ બ્લાસ્ટ પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું નથી.
આ બ્લાસ્ટ બાદ આસપાસની ઈમારતોને પણ નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગઈકાલે કરાચીમાં મોડી રાતે બબાલ થઈ હતી. અહીં ગઈકાલે સેના અને સિંધની પોલીસ આમને સામને આવી ગઈ હતી. સ્થાનિક પોલીસનું કહેવું છે કે, આ બ્લાસ્ટ સિલિન્ડરમાં થયો હોઈ શકે છે. જોકે બોમ્બ નિરોધક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વિસ્ફોટના કારણ અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion