Russia: રશિયામાં ભીષણ ટ્રેન દુર્ઘટના, નવ ડબ્બા પાટા પરથી ઉતર્યા, 70થી વધુ લોકો ઇજાગ્રસ્ત
રશિયામાં પેસેન્જર ટ્રેનના નવ ડબ્બા પાટા પરથી ઉતરી જતા 70 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે
રશિયામાં પેસેન્જર ટ્રેનના નવ ડબ્બા પાટા પરથી ઉતરી જતા 70 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. રશિયાના સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ સાત લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હાલમાં કોઈ મૃત્યુની પુષ્ટી થઈ નથી. પેસેન્જર ટ્રેન ઉત્તર-પૂર્વીય કોમીમાં વોરકુટાથી નોવોરોસિસ્કના બ્લેક સી બંદરે જઈ રહી હતી. બંને સ્થળો વચ્ચે પાંચ હજાર કિલોમીટરનું અંતર છે. તાજેતરનો ભારે વરસાદ અકસ્માત પાછળનું કારણ માનવામા આવી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, ટ્રેનમાં કુલ 14 કોચ હતા, જેમાં 232 મુસાફરો હતા.
Russia passenger train crash: Nine coaches go off track, 70 injured
— ANI Digital (@ani_digital) June 26, 2024
Read @ANI Story | https://t.co/t1Szqz8zdn#Russia #TrainAccident pic.twitter.com/zdGZMCpLOm
રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ 6.12 કલાકે ઈન્ટા શહેર નજીક થયો હતો. ટેલિગ્રામ પર જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ઈમરજન્સી સર્વિસના અધિકારીઓ અને બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ઈજાગ્રસ્ત મુસાફરોને મદદ કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. પીડિતો વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. ભૌગોલિક રીતે ઉત્તર-પૂર્વીય કોમી આર્કટિક સર્કલથી ઉપર છે.
ટ્રેનમાં 232 મુસાફરો સવાર હતા
તેમાં કહેવામાં આવ્યું છે કે પીડિતો વિશે માહિતી સ્પષ્ટ કરવામાં આવી રહી છે. સમાચાર અહેવાલ મુજબ, રેલ્વે ઓપરેટરે કહ્યું કે ટ્રેન 511માં કુલ 14 કોચ હતા જેમાં 232 મુસાફરો હતા. રશિયન રેલ્વે અનુસાર, પાટા પરથી ઉતરવાનું કારણ તાજેતરનો ભારે વરસાદ હોઈ શકે છે.
ટાસ્ક ફોર્સની રચના
રેલ્વેએ પાટા પરથી ઉતરી જવાની ઘટનાની તપાસ માટે જનરલ ડાયરેક્ટર ઓલેગ બેલોઝેરોવના નેતૃત્વમાં એક ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે. ઘટનાસ્થળે બે રિકવરી ટ્રેનો મોકલવામાં આવી છે. નોર્થ-વેસ્ટર્ન ટ્રાન્સપોર્ટ ઓફિસે પાટા પરથી ઉતરી જવા અંગે ફોજદારી તપાસ શરૂ કરી છે.