શોધખોળ કરો

સાઉથ કોરિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, રનવેથી પ્લેન સ્લિપ થતાં દિવાલ સાથે અથડાયું, 60થી વધુના મૃત્યુ

પ્રારંભિક અહેવાલો અનુસાર, મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન દુર્ઘટનામાં લગભગ 23 લોકોના મૃત્યુના સમાચાર છે. પ્લેન થાઇલેન્ડથી પરત ફરી રહ્યું હતું.

દક્ષિણ કોરિયામાં રવિવારે (29 ડિસેમ્બર) એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઇ. રોયટર્સે યોનહાપ ન્યૂઝ એજન્સીને ટાંકીને જણાવ્યું હતું કે, પ્લેન રનવે પરથી સ્લિપ થઇ જતાં અને દિવાલમાં અથડાતા  ભીષણ આગ લાગી હતી, 60થી વધુના મોતના સમાચાર છે. પ્લેનમાં 181 લોકો સવાર હતા.યોનહાપના પ્રારંભિક અહેવાલો અનુસાર,  પ્લેનમાં થયેલા વ્યાપક નુકસાનને જોતા  મૃત્યુઆંક વધી શકે છે. બચાવ અને રાહત કાર્ય ચાલુ છે. આ પ્લેન થાઇલેન્ડથી પરત ફરી રહ્યું હતું.

લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો હતો

યોનહાપ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ જેજુ એરનું આ વિમાન થાઈલેન્ડથી પરત ફરી રહ્યું હતું. આ અકસ્માત લેન્ડિંગ સમયે થયો હતો. મુઆન એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ફાયર અધિકારીઓએ   કહ્યું હતું કે, તેઓએ દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાગેલી આગને બુઝાવી દીધી છે. રોઇટર્સ અનુસાર, મુઆન એરપોર્ટ પર બચાવ કામગીરી ચાલુ હોવાથી બે લોકો જીવિત મળી આવ્યા છે. યોનહાપ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, એવું માનવામાં આવે છે કે પક્ષી ટક્કરાયું હોવાથી  આ દુર્ઘટના સર્જાઇ હતી.  જેના કારણે લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાઈ હતી. આ વિમાન મુઆન એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તે સમયે રનવે પરથી સ્લિપ થઇ જતાં દિવાલ સાથે અથડાયું હતું.                                                                                                                                           

પ્રમુખ ચોઈ સાંગ-મોકે માર્ગદર્શિકા જારી કરી હતી

ધ ગાર્ડિયનના જણાવ્યાં અનુસાર, દક્ષિણ કોરિયાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ચોઈ સાંગ-મોકે કહ્યું કે, બચાવ માટે દરેક સંભવ પ્રયાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કાર્યવાહક પ્રમુખ ચોઈ સાંગ-મોક પણ અકસ્માત સ્થળે પહોંચી રહ્યા છે.

આ પણ વાંચો

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે

1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી

IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?

કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો

ABP Premium

વિડિઓઝ

Dahod News: દાહોદના આફવા ગામે કુવામાં પડતા માતા સહિત બે બાળકીના મોતSurat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈHun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Budget 2025 : TV, મોબાઈલ અને ઈલેક્ટ્રિક કાર સસ્તી, જાણો બજેટમાં કઈ પ્રોડક્ટ પર ઘટી કસ્ટમ ડ્યૂટી 

Union Budget 2025: કેન્સર દવા, મોબાઈલ ફોન, કપડા સસ્તા થયા, જાણો શું મોંઘુ થયું 

Budget 2025 : ખેડૂતો પર સરકાર મહેરબાન, પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની બજેટમાં કરી જાહેરાત

Budget 2025 Highlights:12 લાખ રૂપિયાની આવક સુધી ટેક્સ નહીં, જાણો બજેટમાં કઇ કરાઇ મોટી જાહેરાતો?

Embed widget